Earthquake: ભારત નેપાળ સીમા પર ફરી એકવાર ધ્રૂજી ધરા, 4.9 તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો
એકવાર ફરી નેપાળ ભારતની સીમા ધ્રજી છે. આ વિસ્તારમાં સવારે 11.30 વાગ્યે 4.9 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો,
Earthquake:થોડા સમય પહેલા, 11.30 વાગ્યે, ભારત-નેપાળ સરહદ પર ફરી એકવાર ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. આ ભૂકંપ લગભગ તે જ જગ્યાએ નોંધવામાં આવ્યો હતો જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં અનેક આંચકા નોંધાયા હતા. આ આંચકા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારો સુધી નોંધાયા હતા.
ઉલ્લેખનિય છે કે, ઉત્તરકાશીમાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3:49 કલાકે અનુભવાયેલા ભૂકંપના આંચકાના કારણે લોકોની જાગી ગયા હતા અને બિલ્ડિંગ નીચે દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટપ સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ઉત્તરકાશીના જનપદના બુડકોટ,પુરોલા,મોરી, નૌગાંવસહિત આસપાસના ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
ઉલ્લેખનિય છે કે, 3 ઓક્ટોબરે પણ દિલ્લીમાં જોરદાર ભૂકંપના આંચકાએ દિલ્લીની ધ્રૂજાવી હતી. મંગળવારે 3 ઓક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.
અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 5 કિમી હતી.
મેક્સિકો સિટીમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મેક્સિકોની સિસ્મોલોજીકલ સર્વિસને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. તેનું એપિસેન્ટર દક્ષિણ ઓક્સાકા રાજ્યમાં મેટિઆસ રોમેરો શહેરની નજીક હતું. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ 108 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
ભૂસ્તરશાસ્ત્રીના મત મુજબ વારંવાર થોડા થોડા સમયના અંતરે આવતા ભૂકંપના આંચકા ભંયકર ભૂંકપની ચેતાવણી ચોકક્સ કહી શકાય. પૃથ્વીની અંદર પેટાળમાં ઉર્જા બહારનીકળવા માટે પ્રયાસ કરતીહોય ત્યારે આવું બને છે. ભૂસ્તરશાસ્ત્રીના અનુમાન મુજબ હિમાચલ પ્રદેશમાં ક્યારેય પણ વિનાશક ભૂકંપ આવી શકે છે પરંતુ કયાં સમયે આવશે તેની આગાહી થઇ શકતી નથી.
આ પણ વાંચો
2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી
Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી