શોધખોળ કરો

Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી

દાહોદમાંથી એક મોટી ક્રાઇમની ઘટના સામે આવી છે, એક મહિલાનો ન્યૂડ વીડિયો ઉતારીને આરોપીએ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી હતી,

Dahod News: દાહોદમાંથી એક મોટી ક્રાઇમની ઘટના સામે આવી છે, એક મહિલાનો ન્યૂડ વીડિયો ઉતારીને આરોપીએ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી હતી, આ પછી સાયબર સેલ પોલીસે ત્રણ આરોપીએની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરી લીધી છે, આ ત્રણેય અલગ અલગ જગ્યાએથી ખંડણીની ઉઘરાણી કરી રહ્યાં હતા. 

મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં સાયબર ક્રાઇમ પોલીસે એક ખંડણી કેસનો ઉકેલ લાવી દીધો છે, ખરેખરમાં, દાહોદમાં છેલ્લા મહિનાથી આરોપીએ દ્વારા દાહોદની એક મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 90 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હતી. આરોપીઓએ મહિલાનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો, આ પહેલા આરોપીઓ દ્વારા 90 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જોકે, બાદમાં આ રકમ ઘટાડીને 30 લાખ રૂપિયા સુધી આવી હતી. આ કેસ જ્યારે સાયબર ક્રાઇમના હાથમાં આવ્યો તો પોલીસે પોલીસ ટીમે વેશપલટો કરીને 6 કલાકની ભારે જહેમત બાદ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. આ ત્રણ આરોપીઓમાં બે યુવક અને એક યુવતી સામેલ છે. ખાસ વાત છે કે, આરોપીએ વાઇફાઇનો ઉપયોગ કરીને આ સમગ્ર કાંડને અંજામ આપી રહ્યાં હતા. પોલીસે હાલમાં આ ત્રણેયની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કરોડપતિ બનવા હર્ષિલ પટેલ નામના યુવકે બેંક મેનેજરને ઉતાર્યો મોતને ઘાટ

બાલાસિનોરની ICICI બેંક મેનેજરની હત્યા કરવામાં આવત ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસ તપાસમાં હત્યા કરનાર ખાતા ધારક જ નિકળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ અંગે  વિગતે વાત કરીએ તો, દાહોદમાં રહેતા અને બાલાસિનોરની ICICI બેંકમાં મેનેજર તરીકે કામ કરતા વિશાલ પાટીલની હત્યાનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે. ચકચારી આ કેસમાં જે વિગતો સામે આવી છે તે મુજબ બેંકમાં ખાતુ ધરાવતા ગોઠીબ ગામના ભેજાબાજ હર્ષિલ પટેલે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પૈસાની લાલચમાં શોર્ટકટ અપનાવી રાતોરાત કરોડપતિ બનવાના સપના સેવનાર હર્ષિલ પટેલે સમગ્ર ઘટનાને ફિલ્મી સ્ટાઈલથી અંજામ આપ્યો હતો. સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના હર્ષિલ પટેલે તેના મિત્ર કહેવાતા અને બાલાસિનોર ખાતે ICICI બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા દાહોદના વિશાલ પાટીલની માથામાં ગોળી મારી હત્યા કર્યા બાદ પોલીસ તપાસને આડે પાટે ચડાવવા માટે વિશાલની કારને સળગાવી હત્યાના બનાવને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. હર્ષિલ પટેલે વિશાલની હત્યા કર્યા બાદ તેની લાશને કડાણા દીવડા કોલોની જતા રસ્તામાં ઘાસપુરા ગામે બળીયાદેવની ખાડી કહેવાતા જંગલ વિસ્તારમાં ફેકી દીધી હતી અને કશું જ બન્યું ન હોય તેમ મૃતક વિશાલ પાટીલના પરિવાર સાથે તેની શોધખોળમાં જોડાઈ ગયો હતો. હર્ષિલ પોલીસ કે પરિવારજનોને શંકા ન જાય તે માટે પોતે જ વિશાલ પાટીલ મિસિંગ થયાની કમ્પ્લેન પોલીસ મથકે લઈ ગયો હતો. જો કે પોલીસને તેના પર શંકા જતા આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

શું હતી આ સમગ્ર ઘટના?

હત્યારાએ શરુઆતનાં પોલીસને ગેરમાર્ગે દોરી
ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારા હર્ષિલ પટેલે ઘટના સ્થળથી પોતાનું ગામ નજીક હોઈ ગાડીમાંથી બેંકની રોકડ રકમ સગેવગે કરી દીધી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસને આડે પાટે ચડાવવા માટે બનાવને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. આ માટે તેણે વિશાલની કારને આગ લગાવી દીધી હતી અને મૃતક વિશાલની લાશને કડાણાથી દીવડા કોલોની જતા ઘાસપુર જંગલ વિસ્તારના બળીયાદેવની ખાડીમાં ફેંકી દીધી હતી અને પછી કશું જ બન્યું નથી વર્તવા લાગ્યો હતો. આ દરમિયાન વિશાલ પાટીલનો પરિવાર તેના ગુમ થવાથી તેની શોધખોળ કરવા લાગ્યો હતો. તેના દીકરાએ કારનું લોકેશન શોધી કાઢ્યું હતું. વિશાલના ફોન પર અનેક કોલ કરવા છતાં ઉપાડતો ન હોવાથી પરિવારજનોએ હત્યારા હર્ષિલ પટેલને જ શોધખોળ માટે ફોન કર્યો હતો. આથી હર્ષિલે પ્લાન મુજબ તેના વિસ્તારમાંથી જ વિશાલ પાટીલની ક્રેટા કાર સળગેલી હાલતમાં મળતા શોધખોળ અંગેનો ડોળ કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. 

પોલીસે કડકાઈ બતાવતા સમગ્ર ઘટનાનો થયો પર્દાફાશ

જો કે આટલી મોટી રકમ ગુમ થવા, બેંક મેનેજર લાપતા થવા અને તેની કાર સળગેલી હાલતમાં મળતા સમગ્ર ઘટનામાં કશુંક અજુગતું બન્યાંનું પારખી ગયેલી મહીસાગર જિલ્લા પોલીસે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી સહિતની ટીમોને કામે લગાડી હતી. આ દરમિયાન પહેલેથી જ શંકાસ્પદ જણાતા હર્ષિલ પટેલની અટકાયત કરીને આકરી પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થયો હતો. તો બીજી તરફ હત્યામાં હર્ષિલ પટેલનો હાથ હોવાનું સામે આવતા જ વિશાલ પાટીલના પરિવારજનો મોટો આંચકો લાગ્યો હતો. તેમણે જેના પર વિશ્વાસ કર્યો તે જ વ્યક્તિ હત્યારો નીકળતા સૌ કોઈ આઘાતમાં સરી પડ્યાં હતા. આ બાજુ વિશાલ પાટીલના મોતની જાણ બેંકના સહકર્મીઓને થતા તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ પોલીસે હર્ષિલ પટેલની અટકાયત કરી તેની પાસેથી કારમાંથી સગેવગે કરેલા 1,17,76,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી હત્યામાં વપરાયેલ બંદૂક ક્યાંથી લાવ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
Embed widget