શોધખોળ કરો

Pavagadh News: પાવાગઢ મંદિરમાં ઘટી દુર્ઘટના, 9થી વધુ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, 1 મહિલાનું મોત

Pavagadh News:યાત્રાધામ પાવાગઢમાં એક પથ્થરની કુટીરની છત ધરાશાયી થતાં 9થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે તો 1 મહિલાનું મોત નિપજ્યું છે.

Pavagadh News:યાત્રાધામ પાવાગઢમાં ઘુમટી પડવાની બની ઘટનામાં 9થી વધુ  ભાવિકોને  ઇજા પહોંચી છે. તમામ  ઇજાગ્રસ્તને તાબડતોબ વડોદરા હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા છે.. 

પાવાગઢ યાત્રા ઘામાં આજે  શ્રીફળ વધારવની જગ્યાએ શ્રદ્ધાળુ જ્યારે શ્રીફળ વધારતા હતા આ સમયે વરસાદ શરૂ થતાં કેટલાક અન્ય ભાવિકો પણ વરસાદથી બચવા માટે આ પથ્થરની કુટિર નીચે ઉભા હતા આ સમયે છત ધરાશાયી થતાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જેમાં સાતની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા .

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ ઘાયલ

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટને ઈજા થઈ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. સૈન્ય અધિકારીએ કહ્યું, હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.  

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

માર્ચમાં અરૂણાચલ પ્રદેશમાં ચિતા હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

16 માર્ચે, અરુણાચલ પ્રદેશમાં બોમડિલા ચિતા હેલિકોપ્ટર ATC સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બંને પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા માર્યા ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે આ કેસમાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં કેરળના કોચી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોચી એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.  પરંતુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ તરત જ એરપોર્ટનો રનવે અકસ્માત સ્થળ પર નિરીક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

એક સત્તાવાર નિવેદન અનુસાર, આજે બપોરે 12.25 વાગ્યે CIAL થી ટેકઓફ કરતી વખતે કોસ્ટ ગાર્ડ ALH હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આથી એરપોર્ટની કામગીરી 2 કલાક માટે હંગામી ધોરણે સ્થગિત કરવી પડી હતી. કોચીમાં રનવે બંધ થયા બાદ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ત્રિવેન્દ્રમ તરફ વાળવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ALHને ઓપરેશનલ એરિયામાંથી બપોરે 2 વાગ્યાની આસપાસ દૂર કરવામાં આવ્યું હતું અને સલામતી નિરીક્ષણ બાદ રનવેને મોટાભાગે સાફ કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ઓપરેશન ટૂંક સમયમાં ફરી શરૂ થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ શુક્રવારે સાંજે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહી હતી. વિમાનમાં ક્રૂના 6 સભ્યો સાથે કુલ 197 મુસાફરો સવાર હતા. હાઇડ્રોલિક ફોલ્ટ બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget