શોધખોળ કરો

ABP Southern Rising Summit 2023: ગવર્નર સ્પીડ બ્રેકર જેવા હોવા જોઈએ જેથી કંઈ ખોટું ન થાય:સુંદરરાજન

ABP નેટવર્કની ધ સધર્ન રાઇઝિંગ સમિટ 2023ની શરૂઆત તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન દ્વારા ગવર્નરની ભૂમિકાને પુનઃ વ્યાખ્યાયિત કરવા પર તેમના મંતવ્યો શેર કરવા સાથે થઇ હતી.

ABP Southern Rising Summit 2023:ABP ન્યૂઝ ધ સધર્ન રાઇઝિંગ સમિટ 2023નું ઉદ્ઘાટન ગુરુવારે (12 ઓક્ટોબર 2023) થયું ગયું. આ સમિટમાં બિઝનેસ, રાજનીતિ, સિનેમા, રમતગમત, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓ એક મંચ પર ઉપસ્થિત રહી છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ દક્ષિણ ભારતના પાંચ રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં અસાધારણ પ્રગતિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સામાજિક સમરસતાની ચર્ચા કરવાનો છે.

આ સમિટનું આયોજન તાજ કોરોમંડલ ચેન્નાઈ ખાતે કરવામાં આવ્યું છે અને સવારે 10 વાગ્યાથી news.abplive.com, abpnadu.com અને abpdesam.com પર પ્રસારિત કરવામાં આવી રહી છે.  આ કાર્યક્રમમાં, વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ અને રાજનેતાઓ 'ન્યૂ ઈન્ડિયા', રાજકારણમાં મહિલાઓની ભૂમિકા, વિવિધતા અને આગામી 2024ની સામાન્ય ચૂંટણીઓ પર તેમના મંતવ્યો શેર કરી રહી છે.  આ સમિટ એવા સમયે થઈ રહી છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. AIADMK એ બીજેપી સાથે સંબંધો તોડવાથી લઈને તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનની શાશ્વત ટિપ્પણી સુધી દરેક બાબત પર પોતાનું નિવેદન આપ્યું છે.

આ મંચ પર એબીપી નેટવર્કના સીઈઓના સંબોધન પછી તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને કહ્યું કે, રાજકારણી રાજ્યપાલ બની શકે છે પરંતુ રાજ્યપાલ રાજકારણી ન હોઈ શકે. તેમણે કહ્યું, પરંતુ ગવર્નર તરીકે આપણે માત્ર ચાર દિવાલોની અંદર રબર-સ્ટેમ્પિંગ તાર પૂરતા મર્યાદિત ન રહી શકીએ. હું વ્યવસાયે ડૉક્ટર છું અને હું જાણું છું કે લોકોની જાતિ કેવી રીતે સમજવી.

તેમણે તેલંગાણાના સીએમ સાથેના સંબંધો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ પરંતુ દુર્ભાગ્યવશ તેલંગાણાના મુખ્યમંત્રી સાથે તેમના સારા સંબંધો નથી.

સરકારમાં રાજ્યપાલની ભૂમિકા અંગેના પ્રશ્નના જવાબમાં સુંદરરાજને કહ્યું કે, રાજ્યપાલે કેન્દ્ર સરકાર અને લોકો વચ્ચે સેતુનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ગવર્નર બનવાના કેટલાક નિયમો અને કેટલીક જવાબદારીઓ હોય છે પરંતુ એક ધારણા છે કે તેણે ચાર દીવાલોમાં રહીને રબર સ્ટેમ્પની જેમ કામ કરવું જોઈએ. પરંતુ રાજ્યપાલ રસ્તા પરના સ્પીડ બ્રેકર જેવા છે જેનું કામ અકસ્માતો અટકાવવાનું છે

ABP નેટવર્કની ધ સધર્ન રાઇઝિંગ સમિટ 2023ની શરૂઆત તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન દ્વારા ગવર્નરની ભૂમિકાને પુનઃ વ્યાખ્યાયિત કરવા પર તેમના મંતવ્યો શેર કરવા સાથે થઇ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંગીતકાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા અંગે તેમના મંતવ્યો શેર કર્યાંશે. બાહુબલી અભિનેતા રાણા દગ્ગુબાતી ભારતીય ફિલ્મોની વિવિધતા પર વાત કરશે જ્યારે પીઢ અભિનેતા-દિગ્દર્શક રેવતી મોટા પડદા પર તેનો 40 વર્ષનો અનુભવ શેર કરશે. વિખ્યાત લેખક ગુરુચરણ દાસ અને સંગીતકારો મહેશ રાઘવન અને નંદિની શંકર પણ સમિટમાં સમકાલીન મુદ્દાઓ પર વાત કરશે.

ખુશ્બુ સુંદર પણ મંચ પર પહોંચી હતી  અને તેમણે જણાવ્યું હતું કે, આપ ગમે તે રાજકિય પાર્ટી સાથે જોડાવ જરૂરી છે કે, તમે એક સારા ઇન્સાન હોવ. 10 વર્ષ પહેલા મેં રાજકારણ વિશે વિચાર્યું પણ ન હતું."

સાંસદ જોતિમણી સેન્નીમાલાઈ પણ આ મંચ પર ઉપસ્થિત રહ્યાં અને તેમણે  કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેં જે છ વર્ષ કામ કર્યું છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે દિવસમાં 20 કલાક કામ કર્યું, જેણે ભારતના વિચારને સમજવામાં મદદ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget