Weather Update: કાળઝાળ ગરમીની ચેતવણી, હવામાન વિભાગે આ જિલ્લામાં હિટવેવની કરી આગાહી
રાજ્યમાં તાપમાનનો પારો સતત ઉચે જઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
Weather Update: હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી સાથે તાપમાનનો પારો 41ને પાર જવાની આગાહી કરી છે.
માર્ચના મહિના અંતિમ સપ્તાહમાં આસમાનનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. હજુ પણ વધુ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે. ગાંધીનગર 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર પહોચી ગયો છે અહીં આજનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠા અને આણંદમાં હીટ વેવ ની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે તો કેટલીક જગ્યાએ વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે. હવામાન વિભાગે કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધ્યું છે. જે બાદ હવામાન વિભાગે આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની ચેતવણી આપી છે.
રાજસ્થાન-ગુજરાતમાં આકરી ગરમી, પૂર્વોત્તરમાં વરસાદ, યુપી-હરિયાણામાં બદલાશે હવામાન,
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 27 થી 31 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.IMDએ કહ્યું કે 30 માર્ચથી 1 એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.હવામાન વિભાગે ગુરુવારે (28 માર્ચ, 2024) જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પશ્ચિમ યુપી અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવું થશે.હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના છે.