Weather Update: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટકના વિસ્તારોમાં, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
![Weather Update: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગે શું કરી આગાહી According to the forecast of the Meteorological Department, after the next 4 days, the temperature in Gujarat will become colder Weather Update: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગે શું કરી આગાહી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/10082314/Coldwave.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે તેમજ કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. જો કે 4 દિવસ બાદ તાપમાનના પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધશે. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે,મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.
, ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ છે, તો દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 5-10 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સ્થળોએ સવારે ધુમ્મસ મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટકના વિસ્તારોમાં, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે 16 અને 17 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અત્યંત ઠંડી છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં હવામાન સામાન્ય રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.
દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર NCRમાં ઠંડી વધી ગઈ છે. દિલ્હીના સફદરજંગમાં આજે લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સીઝનમાં દિલ્હીમાં આ સૌથી નીચું તાપમાન છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં હળવા ધુમ્મસની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)