સાવધાન! નેપાળમાં આવેલા ભૂંકપ બાદ સિસ્મોલોજિસ્ટે આપી આ ગંભીર ચેતવણી, જાણો ક્યાં વિસ્તારમાં આવી શકે છે ભયંકર ભૂકંપ
સિસ્મોલોજિસ્ટે ચેતવણી આપી હતી કે, નેપાળમાં વિનાશક ભૂકંપ બાદ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને તૈયાર રહેવું જોઈએ કારણ કે, નેપાળના આ ભૂકંપનું કેન્દ્ર એવા પ્રદેશમાં હતું જેને (actively energy releasing sector) એટલે કે "સક્રિયપણે ઊર્જાને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે,
સિસ્મોલોજિસ્ટે ચેતવણી આપી હતી કે, નેપાળમાં વિનાશક ભૂકંપ બાદ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને તૈયાર રહેવું જોઈએ કારણ કે, નેપાળના આ ભૂકંપનું કેન્દ્ર એવા પ્રદેશમાં હતું જેને (actively energy releasing sector) એટલે કે "સક્રિયપણે ઊર્જાને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે,
એક મહિનામાં ત્રીજી વખત, શુક્રવારે નેપાળમાં 6.4 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો, જેમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા. સિસ્મોલોજિસ્ટે ચેતવણી આપી હતી કે, નેપાળમાં સેન્ટ્રલ બેલ્ટને "સક્રિયપણે ઉર્જા મુક્ત કરતા ક્ષેત્ર" તરીકે ઓળખવામાં આવ્યો હોવાથી લોકોએ સાવચેત રહેવું જોઈએ અને તૈયાર રહેવું જોઈએ.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીમાં અગાઉ કામ કરતા સિસ્મોલોજિસ્ટ અજય પૉલે જણાવ્યું હતું કે, શુક્રવારે આવેલા આ વિનાશક ભૂકંપનું એપિસેન્ટર નેપાળના ડોટી જિલ્લાની નજીકના વિસ્તારમાં હતું. નવેમ્બર 2022માં જિલ્લામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, 3 ઓક્ટોબરે નેપાળમાં એક પછી એક આવેલા ધરતીકંપનું એપિસેન્ટર પણ આ જ હતું. જે નેપાળના મધ્ય પટ્ટામાં આવેલા છે, જોકે પશ્ચિમમાં થોડુંક છે, પૌલે જણાવ્યું હતું.
કેટલાક વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે, હિમાલયના પ્રદેશમાં ‘ગમે ત્યારે’ મોટો ધરતીકંપ આવશે, કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે સંઘર્ષમાં છે અને તે ઉત્તર તરફ જાય છે.
આશરે 40-50 મિલિયન વર્ષો પહેલા જ્યારે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાવા માટે હિંદ મહાસાગરમાંથી ઉત્તર તરફ આગળ વધી ત્યારે હિમાલયની રચના થઈ હતી.
વૈજ્ઞાનિકોના મતે, હિમાલયની નીચે દબાણ વધી રહ્યું છે, કારણ કે ભારતીય પ્લેટ તેની ઉત્તર તરફ આગળ વધી રહી છે, યુરેશિયન પ્લેટ સાથે સંઘર્ષ સર્જી રહી છે. નિષ્ણાતો કહે છે કે, હિમાલય પરનું દબાણ એટલે કે અંદરની ઉર્જા એક મોટા ધરતીકંપ સાથે રિલીઝ થશે, જે રિક્ટર સ્કેલ પર આઠથી વધુનો હોઇ શકે છે.જો કે, આટલો મોટો ભૂકંપ ક્યારે આવશે તેની ચોક્કસ સમયની આગાહી કરવી મુશ્કેલ છે.