Ahmedabad Rath Yatra 2023: અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રાના રૂટ પર મોટી દુર્ઘટના, બાલ્કની તૂટતા એકનું મોત, 11 ને ઈજા
અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો.
![Ahmedabad Rath Yatra 2023: અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રાના રૂટ પર મોટી દુર્ઘટના, બાલ્કની તૂટતા એકનું મોત, 11 ને ઈજા 1 died and 11 injuredas balcony collapses in Rath Yatra route in Dariapur Ahmedabad Rath Yatra 2023: અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રાના રૂટ પર મોટી દુર્ઘટના, બાલ્કની તૂટતા એકનું મોત, 11 ને ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/f21eec39d5f08cc8ea730a26ad070069168726268891578_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. હાલ એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર મકાનનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના બની છે. દરિયાપુર ફુટી મસ્જિદ પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થયો છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી
વહેલી સવારે જગન્નાથ મંદિરના કપાટ ખુલ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આજે ભગવાન કલક્કતી વાઘાથી સજ્જ જોવા મળ્યા. ભગવાન મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યા બન્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દેવદલન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
સમય કરતાં અડધો કલાક સરસપુર રથયાત્રા મોડી પહોંચી હતી. ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી ભાણેજને આવકારવા વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. સરસપુરમાં અખાડા જોવા ભાવિકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.
રથયાત્રામાં હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે રથયાત્રા નીકળી છે. દરેક સ્થળ અને જગ્યા પરથી પોલીસ દ્વારા સતત રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. ભગવાનના ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે.
રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે, જેમાં 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 6 હજાર હોમગાર્ડ મળી કુલ 25 હજારથી વધુ જવાનો સુરક્ષા સાંભળી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)