શોધખોળ કરો

Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્માત, 10નાં મોત

Accident: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા

Accident: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે  અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

એક્સપ્રેસ વે પર ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર આઠ લોકોના ઘટનાસ્થળે જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે દરમિયાન નડિયાદ પાછળ બગડેલા ટેન્કર પાછળ ઘૂસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.

મૃતકો અમદાવાદ, વડોદરા અને નડિયાદના રહેવાસી હતા. કાર ટેક્સી પાસિંગની ન હતી તેમ છતાં તેમાં મુસાફરોને બેસાડાતા હતા. કારની ક્ષમતા સાત લોકોની હતી, તેમ છતાં તેમાં ડ્રાઈવર સહિત 10 લોકો બેઠા હતા. RTO પ્રશાસન પણ આવા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી કરતું નથી જેના પરિણામે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.

abp અસ્મિતાની ટીમે અમદાવાદ અને રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું તો ખાનગી પાસિંગની કારમાં બેરોકટોક મુસાફરો બેસાડવામાં આવતા હતા. વધુમાં વધુ ફેરા કરવાના ચક્કરમાં મુસાફરોના જીવને જોખમમાં મુકવામાં આવે છે

દ્વારકા પોરબંદર હાઇવે પર ફોર વ્હીલ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. કલ્યાણપુરના લાંબા બંદર ગામના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર બંન્ને યુવકોના મોત થયા હતા. બંન્ને મૃતક યુવકો લાંબા ગામની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.                                                                                                 

વલસાડના પારડી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતમાં બેના મોત થયા હતા. પારડીના દમણી ઝાંપા ખાતે નેશનલ હાઇવે પરથી ટ્રક સર્વિસ રોડ પર ધસી આવ્યો હતો. ટ્રકે પંચરના દુકાનદાર સહિત બેને કચડયા હતા. પંચર બનાવનારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય સ્થાનિકને 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. પારડી પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી હતી.                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget