શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં ક્યા પ્રવાસીઓ માટે ફાળવાઈ AMTSની 100 બસો ? જાણો ક્યા વિસ્તારોમાંથી આ બસો ઉપડશે ?
AMTSની આ બસોમાં મુઝફ્ફરપુર અને ફૈઝાબાદ જવા માટેના મુસાફરોને લઈ જવામાં આવશે.
![અમદાવાદમાં ક્યા પ્રવાસીઓ માટે ફાળવાઈ AMTSની 100 બસો ? જાણો ક્યા વિસ્તારોમાંથી આ બસો ઉપડશે ? 100 AMTS buses allotted for which tourists in Ahmedabad? Find out from which areas these buses will depart? અમદાવાદમાં ક્યા પ્રવાસીઓ માટે ફાળવાઈ AMTSની 100 બસો ? જાણો ક્યા વિસ્તારોમાંથી આ બસો ઉપડશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/12145657/amts.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. ઉપરાંત અનેક શ્રમિક ટ્રેનો અને એસટીની બસો પણ અમદાવાદથી જુદા જુદા રાજ્યમાં જવા માટે રવાના થવાની છે.
આજે અમદાવાદથી ઉપડનારી ટ્રેનો અને ગુજરાતની એસટી બસોમાં જનારા મુસાફરો માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સુધી મુસાફરોને પહોંચાડવા માટે એએમસીએ 100 એએમટીએસ બસની ફાળવણી કરી છે. AMTSની આ બસોમાં મુઝફ્ફરપુર અને ફૈઝાબાદ જવા માટેના મુસાફરોને લઈ જવામાં આવશે.
યૂપીના બસ્તી અને વારાણસી જવા માટે એસટીની ખાસ બસો દોડાવવામાં આવશે. આ માટે સરકારે ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે જ સોલા પોલીસ, ઘાટલોડિયા પોલીસ, વસ્ત્રાપુર પોલીસ, સેટેલાઇટ પોલીસ, સાબરમતી પોલીસ, રાણીપ પોલીસને સંકલનની જવાબદારી સોંપવામા આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion