Ahmedabad : 108ના કર્મચારીઓએ કાદવ-કીચડ વચ્ચે દર્દીને ઉંચકી 1 કિ.મી ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો
સાણંદ તાલુકાના ઝોલાપુર ગામમાં વરસાદ બાદ ગામમાં પ્રવેશવાના માર્ગ બંધ હોવાથી કાદવમાંથી દર્દીને 108 ના સ્ટાફે બહાર કાઢ્યા.
અમદાવાદઃ સરકારી પ્રશાસનની બેદરકારી સામે 108ની માનવતા મહેકી ઉઠી છે. માનવતાને દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે. સાણંદ તાલુકાના ઝોલાપુર ગામમાં વરસાદ બાદ ગામમાં પ્રવેશવાના માર્ગ બંધ હોવાથી કાદવમાંથી દર્દીને 108 ના સ્ટાફે બહાર કાઢ્યા. સાણંદ તાલુકાના ઝોલાપુર ગામમાં રાતે 12.23 કલાકે દર્દીની સ્ટાફે સહાય કરી. એક કિલોમીટરનો માર્ગ કાદવ કીચડ થયેલો હોવાથી ચાલીને દર્દીને ઘેરથી એમ્બ્યુલન્સ સુધી પહોચાડવામાં આવ્યા.
Ahmedbad : 108ના કર્મચારીઓએ કાદવ-કીચડ વચ્ચે દર્દીને ઉંચકી 1 કિ.મી ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો #Ahmedabad #ambulence108 #Rain pic.twitter.com/8TT7FIGG13
— ABP Asmita (@abpasmitatv) July 19, 2022
Surat : 19 લાખના હીરાની ચોરી કરનાર દંપતીની ધરપકડ, ચોરીને કેવી રીતે આપ્યો હતો અંજામ?
સુરતઃ હીરાના કારખાનામાંથી 19 લાખના હીરા ચોરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. જે કારખાનામાં કામ કરતાં હતાં એ જ કારખાનમાંથી ચોરી કરી હતી. 31 કેરેટના 50 સેન્ટના હીરાની ચોરી કરી હતી. છેલ્લા દોઢ મહિનામાં છૂટક છૂટક કુલ 19 લાખના હીરા ચોર્યા. હીરા ચોરીને દલાલ મારફત વેચવા માટે આપી દીધા હતાં. કતારગામ પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓફિસમાંથી હીરા ગાયબ થઈ જતા માલિકે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાકર્મીએ હીરા ચોર્યા હોવાનો ખુલાસો થયો હતો. કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે. મહિલાનો પતિ જવેલરીનું કામ કરે છે. જ્યારે મહિલા પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ કરી નાંખ્યા હતા. માલિકે તપાસ કરતાં હીરા મહિલાએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલને વેચી દીધા હતા.