શોધખોળ કરો

ગુજરાતમાં 5.3ની તીવ્રતાના ભૂકંપ પછી આ વિસ્તારમાં આવ્યા 11 આફ્ટર શોક્સ, જાણો વિગત

મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા. કચ્છમાં આજે આવેલા ભૂકંપના બંને આંચકા વહેલી સવારે આવ્યા હતા, પણ રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી.

અમદાવાદઃ ગઈ કાલે રાત્રે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ત્યારે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં આફ્ટરશોક્સ વધ્યા છે. મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા. 14મી જૂન  મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં  જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા. પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની  આસપાસ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આજે આવેલા ભૂકંપના બંને આંચકા વહેલી સવારે આવ્યા હતા, પણ રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી. સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા. સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.
રવિવારે રાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું એપીસેન્ટર કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક હતું. રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર

Embed widget