શોધખોળ કરો

Gujarat Corona Case Update: અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Case Update: આજે રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે.  તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે.

Gujarat Corona Case Update: આજે રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે.  તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે. કેસની વાત કરીએ તો, સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 49 નોંધાયા છે. જ્યારે રાજકોટ અને સુરત શહેરમાં 12-12 કેસ નોંધાયા છે. મહેસાણામાં 11 કેસ નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.

Gujarat Corona Case Update: અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Case Update: અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Case Update: અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા 

સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માર્ચ મહિનામાં કુલ 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં હાલ 39 એક્ટિવ કેસ છે. બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 32 લોકોનું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું.

 અમદાવાદમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસની એન્ટ્રી

કોરોનાની સાથે સાથે રાજ્યમાં  H3N2ના કેસ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દીની સારવાર ચાલી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરુ કરશે. Amc હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.

રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી થયુ

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી નોંધાયુ. રાજ્યમાં વકરેલા H3N2 વાયરસ અંગે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે  રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. હજુ સુધી એકપણ મૃત્યુ H3N2 વાયરસથી નથી થયુ. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે.

ભાવનગરમાં H3N2ના કેસોમા વધારો થઈ રહ્યો છે

ભાવનગરમાં H3N2ના કેસોમા વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં H3N2ના છ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી ત્રણ કેસ હાલ એક્ટિવ છે તો ત્રણ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget