શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 42 વર્ષના પુરૂષે 21 વર્ષની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્નની પાડી ફરજ, પછી પુરૂષની પહેલી પત્નિ આવી ઘરે ને....
આ 21 વર્ષીય યુવતી ગોતા વિસ્તારમાં આવેલી એક ફ્ક્ટરીમાં નોકરી કરતી હતી. તેની સાથે જ 42 વર્ષનો પુરૂષ નોકરી કરતો હતો. પુરુષે યુવતીને પ્રેમજાળમાં ફ્સાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
અમદાવાદઃ અમદાવાદના ગોતામાં રહેતી 21 વર્ષીય યુવતીને પોતાનાથી 21 વર્ષ મોટા એટલે કે 42 વર્ષના પુરૂષ સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. યુવતીએ પોતાનાથી બમણી ઉંમરના પુરૂષ સાથે લગ્ન કરી લીધાં હતા. લગ્નના બાદ થોડા સમયમાં પુરૂષની પહેલી પત્ની પણ સાથે પરત રહેવા આવી ગઈ હતી.
પુરૂષે એ પછી બંનેની સાથે શારીરિક સંબધો બાંધીને રહેવા માંડ્યું હતું પણ યુવતી પાસે નોકરાણીની જેમ કામ કરાવવા માંડ્યાં હતાં. પુરૂષની પહેલી પત્નિ પણ યુવતીને ઘરમાં નોકરાણીની જેમ રાખતી. બંને જણાં તેની પાસે મસાજ કરાવવા સહિતનાં કામો કરાવતાં હતાં. આ કામમાં ભૂલ થાય તો પતિ યુવતીને મારઝૂડ કરતો. તેણે યુવતીના ગુપ્ત ભાગમાં કાતર મારીને ઈજા પણ પહોંચાડી હતી. આ અત્યાચાર સહન ના થતાં યુવતીએ 181 પર ફોન કરીને હેલ્પલાઈન અભ્યમની મદદ માગતા મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને બંનેની ચુંગાલમાંથી છોડાવીને સારવાર કરાવી હતી.
આ 21 વર્ષીય યુવતી ગોતા વિસ્તારમાં આવેલી એક ફ્ક્ટરીમાં નોકરી કરતી હતી. તેની સાથે જ 42 વર્ષનો પુરૂષ નોકરી કરતો હતો. પુરુષે યુવતીને પ્રેમજાળમાં ફ્સાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનુ કહી તેણે લગ્ન કરવાનું દબાણ કર્યુ હતુ.
લગ્ન કર્યા બાદ તે યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો. થોડા દિવસમાં જ તેની પત્ની પાછી આવી ગઈ હતી. તેણ યુવતીને કહ્યુ કે, હું મારી પહેલી પત્ની અને તને પણ રાખીશ. ત્રણેય એક સાથે ઘરમાં સાથે રહેવા લાગ્યા હતા. તે યુવતી પાસે ઘરમાં નોકરાણી બનાવીને તમામ કામ કરાવતા હતા. કામમાં ભૂલ થાય તો ગુસ્સો કરીને બંન્ને દંપતી મારઝૂડ કરતા હતા. આટલુ જ નહીં પણ પતિ અવાર નવાર યુવતીના ગુપ્ત ભાગોમાં કાતરોના ઘા મારતો હતો. પતિ-પત્નિ બંને દિવમાં ત્રણ વાર યુવતી પાસે મસાજ કરાવતા હતા. આ અત્યાચારમાંથી છૂટવા યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી. આથી મહિલા કાઉન્સીલરે યુવતીની સારવાર કરાવી હતી. બાદમાં યુવતીને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement