શોધખોળ કરો
અમદાવાદમાં કોરોનાના નવા 233 કેસ, 17ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 9449
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 233 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 17 દર્દીઓના મોત થયા છે.
![અમદાવાદમાં કોરોનાના નવા 233 કેસ, 17ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 9449 233 new coronavirus cases reported in ahmedabad અમદાવાદમાં કોરોનાના નવા 233 કેસ, 17ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 9449](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/22021924/0105.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 233 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 17 દર્દીઓના મોત થયા છે. 200 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 233 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 9449 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 619 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં હાલ કુલ 9449 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 619 લોકોના મોત થયા છે, જ્યારે 3330 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 24 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 17 લોકોના મોત અમદાવાદમાં થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 371 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 24 દર્દીઓનાં મોત થયા છે અને 269 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12910 પર પહોંચી છે અને 773 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)