Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા

Ahmedabad: અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા. મળતી જાણકારી અનુસાર, જે.એચ.સિંધવને શાહીબાગ તો સી.જી.જોશીને ઘાટલોડિયાના PIની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નરે બદલીના આદેશ આપ્યા હતા. નવરંગપુરા, કારંજ, વટવા, સાબરમતીના પીઆઈની બદલી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર દ્ધારા એક સાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. કામગીરીના આધારે તથા વિવાદ થયેલા પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરવામાં આવી છે.. જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એસસીએસટી સેલ, ટ્રાફિક,કંટ્રોલરૂમ,સાઈબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલરૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે.
ઘાટલોડિયામાં દારૂના વીડિયો વાયરલ થતા પોલીસ કમિશનર દ્વારા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇને બદલી કરવામાં આવી હતી. બીજી તરફ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને પણ થોડા દિવસ અગાઉ જ છૂટા કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર જી.એસ.મલિકે ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, EOW સહિતની એજન્સીઓમાં પી.આઇ.ની બદલીઓ કરી હતી.
થોડા દિવસ અગાઉ જ પાણીપુરવઠા, નર્મદા અને જળસંપતિ વિભાગમાં મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી 217 અધિકારીઓની એક સાથે બદલી કરાઈ હતી. સિવિલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની બદલી કરાઈ હતી.
LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
લોકરક્ષક દળ (LRD) ની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા જૂન 15, 2025 ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ અગાઉ, જૂન 20, 2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ થઈ હતી. લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા મે 2, 2025 થી મે 15, 2025 દરમિયાન લેવાયેલી ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાના પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી જોઈ શકે છે.




















