શોધખોળ કરો
અમદાવાદમાં 31 પોસ્ટ ઓફિસ 15 દિવસ સુધી રહેશે બંધ, 10 કર્મચારીઓને કોરોના આવતાં ફફડાટ
શહેરની બે કર્મચારીઓ ધરાવતી પોસ્ટ ઓફિસને બંધ કરાઈ છે. આ પોસ્ટિ ઓફિસોમાં તમામ કામકાજ પણ સ્થગિત કરાયું છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એમાં પણ અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે. શહેરમાં પોસ્ટ ઓફિસના 10 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બધાની વચ્ચે તકેદારીના ભાગરૂપે શહેરની 31 પોસ્ટ ઓફિસ 15 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરની બે કર્મચારીઓ ધરાવતી પોસ્ટ ઓફિસને બંધ કરાઈ છે. આ પોસ્ટિ ઓફિસોમાં તમામ કામકાજ પણ સ્થગિત કરાયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં મોત થયા છે અને 560 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27880 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19917 દર્દી સાજા થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગર 10, ગાંધીનગર 7, જૂનાગઢ 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મહેસાણા 5, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહિસાગર 2, સાબરકાંઠા 2,બોટાદ 2, ગીર સોમનાથ 2, વલસાડ 2, અમરેલી 2, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારી એક -એક કેસ નોંધાયા છે.
વધુ વાંચો





















