શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોગ્રેસના આ ધારાસભ્યના આખા પરિવારને થયો કોરોના, જાણો વિગતો
અમદાવાદમાં આજે વધુ 42 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 492 થઇ ગઇ છે
અમદાવાદઃ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારજનોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, તે સિવાય ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વિસ્તારના અન્ય 10 સભ્યોનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
તે સિવાય નેહરાએ કહ્યું હતું કે, અમદાવાદમાં આજે વધુ 42 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 492 થઇ ગઇ છે જ્યારે 17નાં મોત થયા છે. તેમણે કહ્યુ કે, કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. કોટ વિસ્તારમાં કરફ્યુ છતાં 13 ચેકપોસ્ટમાંથી 21000 લોકો બહાર નીકળ્યાં છે.
તે સિવાય નેહરાએ કહ્યું કે, બોપલમાં રહેતા AMCના આસિસ્ટન્ટ કમિશનર અને વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કમિશનરના સંપર્કમાં આવેલા લગભગ તમામ હેલ્થ કર્મચારીઓના નમૂના લેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion