શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં કમરતોડ 7 રૂપિયાનો વધારો, જાણો વિગત

ગુજરાતમાં પેટ્રોલનો વધારા સાથેનો આજનો ભાવ રૂ. 74.34 છે. જ્યારે ડિઝલનો વધારા સાથેનો ભાવ રૂ. 72.68 થયો છે.

અમદાવાદઃ ગુજરાત સરકારે ગઈ કાલે સોમવારે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ વધારા સાથે છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 7 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. એક તરફ કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે, ત્યારે પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે 16મી જૂને પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે.  પેટ્રોલમાં 47 પૈસા અને ડિઝલમાં 57 પૈસા વધારો ઝીંકાયો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે સરકારની આ વર્ષની આવકમાં અંદાજે રૂ.1500 થી 1800 કરોડની આવક વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં પેટ્રોલનો વધારા સાથેનો આજનો ભાવ રૂ. 74.34 છે. જ્યારે ડિઝલનો વધારા સાથેનો ભાવ રૂ. 72.68 થયો છે. કોરોના વાયરસના ચેપને કારણે કરાયેલા લોકડાઉનની અસર હેઠળ ગુજરાત સરકારની વેરાની આવકમાં અંદાજે રૂ. 24,500 કરોડથી રૂ.26000 કરોડનું ગાબડું પડવાની શક્યતાને પગલે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 2-2નો વધારો કરાયો છે. ઓઇલ કંપનીઓએ સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ગઈ કાલે 15મી જૂને એક લિટર પેટ્રોલના ભાવમાં 48પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો કરાયો હતો. લોકડાઉનને પગલે 82 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ દૈનિક ફેરફાર કરાયો ન હતો. પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો સમગ્ર દેશમાં લાગુ પડે છે પણ અલગ અલગ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. અત્યાર સુધી કરાયેલા નવ વખતના વધારામાં એક લિટર પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં 4.87 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વઘારામાં ગુજરાત સરકારે બે-બે રૂપિયાનો વધારો કરતાં છેલ્લા 10 દિવસમાં 7 રૂપિયાનો કમરતોડ વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget