Suicide: અમદાવાદની SVP હોસ્પિટલના 12માં માળેથી યુવતીએ લગાવી મોતની છલાંગ, યુવતી બીમારીથી પીડાતી હોવાનો ખુલાસો
અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12 માળેથી 25 વર્ષીય યુવતીએ કૂદીને આત્મહત્યા કરી હતી.
અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12 માળેથી 25 વર્ષીય યુવતીએ કૂદીને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12 માળેથી અલીના શેખ નામની યુવતીએ છલાંગ લગાવતા મોત થયું હતું. 12મા માળેથી છલાંગ લગાવ્યા બાદ પાંચમા માળે યુવતી પટકાઇ હતી. મૃતક યુવતી અમદાવાદના ફતેવાડી વિસ્તારની રહેવાસી છે.
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતીએ 12મા માળેથી છલાંગ લગાવતા પાંચમા માળે પટકાઇ હતી. યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું મોત થયું હતું. મૃતક યુવતી બે મહિનાથી ગાયનેક અને કિડનીની તકલીફથી પીડાતી હતી. સરખેજની અલીના શેખ નામની યુવતી ડાયાલીસીસ કરાવવા એસવીપીમાં આવી હતી. હોસ્પિટલના સીઈઓ સૌરભ પટેલના જણાવ્યા પ્રમાણે સવારના સમયે મૃતક મહિલા હોસ્પિટલમાં તેમની નણંદ સાથે આવ્યા હતા. કિડની અને ગાયનેકની બીમારી હોવાથી માનસિક રીતે પણ પીડાઈ રહ્યાં હતાં. હોસ્પિટલમાં આવ્યા બાદ તેણે તેની નણંદને પાણી લેવા મોકલી અને એકલતાનો સહારો લઈ તેણે બારમાં માળેથી છલાંગ લગાવી હતી.
અમદાવાદમાં વરઘોડામાં ઘોડાએ લાત મારતા પૈસા વીણી રહેલા બાળકનું મોત
Ahmedabad: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જ્યાં લગ્નના વરઘોડા સમયે ઘોડાએ લાત મારતા બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે. બાળકના મોતના પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયોત હતો. ઘટના એવી છે કે ઈસનપુર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હોવાથી વરઘોડાનું આયોજન કરાયું હતું.
વરઘોડા દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા. જ્યારે વરરાજાના સ્નેહીજનો રૂપિયાની છોળો ઉડાવી રહ્યા હતાં. રૂપિયાની છોળો ઉડતી જોતા આસપાસના બાળકો દોડી આવ્યા હતા અને ઉડતા રૂપિયા વીણવા લાગ્યા હતા. આ સમયે એક બાળક રૂપિયા લેવા ઘોડા નજીક પહોંચ્યો હતો. ત્યારે જ ઘોડાએ લાત મારતા માસૂમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પરિવારજનોએ નિહાળતા તાત્કાલિક વરઘોડો અટકાવ્યો હતો અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હ.. જ્યાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તબીબે મૃત જાહેર કર્યો હતો
Ahmedabad: અમદાવાદમાં સમુહ લગ્નમાં મચ્યો હોબાળો, લ્યો બોલો! આયોજકોએ કંકોત્રીમાં લખેલો કરિયાવર જ ન આપ્યો
અમદાવાદ: માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાથીજણ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં સમૂહ લગ્નમાં કરિયાવર ન મળતા વરઘોડિયાઓએ હોબાળો મચાવ્યો છે. 21 જોડાઓ આજે સપ્તપદીના ફેરા આ સમૂહ લગ્નમાં લઈ રહ્યા છે. 51 સો રૂપિયા લગ્ન માટે રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા નવદંપત્તિઓને સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કંકોત્રીમાં લખેલો કરિયાવર નથી આપ્યો જેને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ આયોજકો દ્વારા બચાવ કરવામાં આવ્યો કે દાતાઓએ દાન આપ્યું નથી. હાલમાં આયોજકોને પોલીસ લઇ ગઈ છે. ઘટનાને પગલે વાતવરણ તંગ બની ગયું હતું