શોધખોળ કરો
અમદાવાદના ચાંદલોડિયામાં હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનું તાબડતોબ કરાયું રેસ્ક્યુ
અમદાવાદની સમતા હોસ્પિટલમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. તાબડતોબ દર્દીને નીચે ઉતારી દેવાતા જાનહાનિ ટળી છે

અમદાવાદની સમતા હોસ્પિટલમાં આગ
Source : twitter
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શાર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાબડતોબ હોસ્પિટલમાંથી દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે જાનહાનિના કોઇ સમાચાર નથી.
વધુ વાંચો
Advertisement





















