નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય
ભારતની સરહદે આવેલા નેપાળના બારા જિલ્લામાં બુધવારે તણાવ વધી ગયો જ્યારે Gen-Z યુવાનો અને પદભ્રષ્ટ પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

ભારતની સરહદે આવેલા નેપાળના બારા જિલ્લામાં બુધવારે તણાવ વધી ગયો જ્યારે Gen-Z યુવાનો અને પદભ્રષ્ટ પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વહીવટીતંત્રે આ વિસ્તારમાં કર્ફ્યુ લાદ્યો હતો. બારા જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બપોરે 12:30 થી રાત્રે 8:00 વાગ્યા સુધી સિમારા એરપોર્ટના 500 મીટરના ત્રિજ્યામાં કર્ફ્યુ અમલમાં રહેશે.
એરપોર્ટ પર વિરોધ અને અથડામણ
અથડામણ એ સમયે થઈ જ્યારે બુદ્ધ એરનું વિમાન સીપીએન-યુએમએલના નેતા મહાસચિવ શંકર પોખરેલ અને યુવા નેતા મહેશ બસનેટને લઈને કાઠમંડુથી સિમારા જવા માટે ઉડાન ભરવાની હતી. બંને નેતાઓ સરકાર વિરોધી રેલીને સંબોધવાના હતા. સિમારામાં તેમના આગમનની જાણ થતાં મોટી સંખ્યામાં Gen-Z પ્રદર્શનકારી વિરોધ કરવા માટે એરપોર્ટ પર એકઠા થયા હતા, જ્યાં તેમની સીપીએન-યુએમએલ સમર્થકો સાથે અથડામણ થઈ હતી.
ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, નેતાઓ પાછા ફર્યા
ઘર્ષણ બાદ, બુદ્ધ એરલાઇન્સે કાઠમંડુથી સિમારા જતી બધી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી દીધી. આમાં CPN-UML ના બંને નેતાઓને લઈ જતી ફ્લાઇટનો પણ સમાવેશ થતો હતો. વધતા તણાવને કારણે બંને નેતાઓ પાછા ફર્યા. Gen-Z એ યુવા છે જેમનો જન્મ 1997થી 2012 ની વચ્ચે થયો છે. તેને "ડિજિટલ નેટિવ" તરીકે પણ ઓળખાય છે કારણ કે તેઓ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં મોટા થયા હતા.
યીએમએલ શું છે ?
યૂએમએલ એટલે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી નેપાળના મુખ્ય રાજકીય પક્ષોમાંનો એક છે. આ પક્ષ ડાબેરી વિચારધારા પર આધારિત છે અને લાંબા સમયથી નેપાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી તેના ટોચના નેતા છે. UML રાષ્ટ્રવાદ, સ્થિરતા અને વિકાસની હિમાયત કરવાનો દાવો કરે છે. જો કે, તાજેતરના વર્ષોમાં, યુવાનોમાં, ખાસ કરીને Gen-Z ના સભ્યોમાં, તેની નીતિઓ અને નેતૃત્વ પ્રત્યે અસંતોષ વધ્યો છે, જેના કારણે વારંવાર વિરોધ પ્રદર્શનો થાય છે.
તણાવ વધ્યો, સુરક્ષા દળો તૈનાત કરાયા
આ સપ્તાહની શરૂઆતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. અનેક સ્થળોએ યુવા વિરોધીઓ અને UML સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલો અને અથડામણો થઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બારા જિલ્લામાં અનેક મુખ્ય સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.





















