શોધખોળ કરો
Advertisement
અમદાવાદના પાલડીમાં સત્વ ફ્લેટમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
અમદાવાદના પાલડી સત્વ ફ્લેટના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી. જમાલપુર અને નવરંગપુરા સહિતની 7 ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદ : અમદાવાદના પાલડી સત્વ ફ્લેટના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી. જમાલપુર અને નવરંગપુરા સહિતની 7 ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. વૃદ્ધ, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
પાલડી સ્થિત સત્વ એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સી વિંગમાં છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બનતા 15 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ફાયરવિભાગની સાત ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. એક કલાક સુધી ભારે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર વિભાગે 15 રહીશોના રેસ્ક્યુ કર્યા જે પૈકી એક વૃદ્ધ વ્યક્તિને પોતાના ઘરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. બાકીના 13 લોકોને ધાબે ખસેડવામા આવ્યા હતા. સોસાયટીના રહીશોના મતે ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલુ હતું જેના કારણે લાકડાનો વહેર હતો જેથી આગ વધુ પ્રસરી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement