(Source: ECI/ABP News/ABP Majha)
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Rajput Samaj: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ રાજપૂત સમાજમાં પ્રબળ બની છે. સમાજની આ માંગ ઉપરાંત બીજી અન્ય માંગણીઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવશે.
રાજપૂત સમાજ મહાસંમેલન: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ રાજપૂત સમાજમાં પ્રબળ બની છે. સમાજની આ માંગ ઉપરાંત બીજી અન્ય માંગણીઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવશે. આગામી 20 મી તારીખે પોતાના રાજપૂત સમાજ ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરના રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજપૂત સમાજ ભવનમાં એક મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે સમગ્ર રાજપૂત સમાજ રોષે ભરાયો હતો અને તે સમયે રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ સંમેલનો અને પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે હવે ફરી એકવાર રાજપૂત સમાજ એક મંચ પર આવવા જઈ રહ્યો છે. આગામી 20 સપ્ટેમ્બરના રોજ ગોતામા આવેલા રાજપૂત સમાજ ભવનમાં એક મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સમાજના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ
સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલએ જણાવ્યું કે, રાજપૂત સમાજના ફેડરેશનની શરૂઆત કરી સમાજને એક કરવાનો પ્રયાસ છે. આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ છે. તેવી જ રીતે વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષનો હોદ્દો રિક્ત હતો તે પરિપૂર્ણ કરાશે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે.
આ સંમેલનનો હેતુ કોઈ રાજકીય વાતનો નથી
તો વળી ક્ષત્રિય સમાજના કુળદેવીનું મંદિર બનાવવાનું આયોજન છે જે મુદ્દાની પણ ચર્ચા આ મહાસંમેલનમાં થશે. આ મહા સંમેલન યોજવા પાછળનું મુખ્ય કારણ માત્ર સમાજ એકત્રીકરણનું છે. સમાજના આગેવાન અશ્વિન સિંહ સરવૈયાએ જણાવ્યું કે સમાજના કોઈ ભાગલાની વાત જ નથી. રાજપૂત સમાજ દરિયો છે સંકલન સમિતિ અમારી સાથે છે. સંમેલનમાં ગુજરાતના તમામ રજવાડાઓને આમંત્રણ આપ્યું છે. તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો 20 તારીખે હાજર રહેશે. સાણંદ સ્ટેટ, ગોંડલ રાજ પરિવાર, કાઠી સ્ટેટ પણ હાજર રહેશે. અમે રાજપૂત રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે. આ સંમેલનનો હેતુ કોઈ રાજકીય વાતનો નથી.
આ પણ વાંચો...