Ahmedabad: દારૂની પરમીટ ધારકો માટે સામે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો, મણિનગર અકસ્માત કેસમાં યુવકને દારૂ આપનારની ધરપકડ
અમદાવાદના મણિનગર અકસ્માત કેસમાં યુવકને દારૂ આપનારની ધરપકડ કરવામાં આવી છે. યુવકોને ગેરકાયદે અન્યની પરમીટ પર અપાયો દારૂ આપવામાં આવ્યો હતો. જેને લઈ જયશીલ ઠાકોર નામના દારૂના પરમીટ ધારકની ધરપકડ કરવામાં આવી
Ahmedabad: દારૂની પરમીટ ધારકો માટે સામે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મણિનગર અકસ્માત કેસમાં યુવકને દારૂ આપનારની ધરપકડ કરવામાં આવી છે. યુવકોને ગેરકાયદે અન્યની પરમીટ પર અપાયો દારૂ આપવામાં આવ્યો હતો. જેને લઈ જયશીલ ઠાકોર નામના દારૂના પરમીટ ધારકની ધરપકડ કરવામાં આવી હતી. જેને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મણિનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રોહિબિશન એક્ટ હેઠળ પરમિટનો દારૂ વેચાણ કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. રવિવારે યુવકોને જયશીલ ઠાકોર નામના પરમીટ ધારકે દારૂ બિયરનું વેચાણ કર્યુ હતું. તેણે પોતાના ક્વોટામાંથી ચાર બિયરનું વેચાણ કર્યુ હતું.
ઇસકોન બ્રિજ ઉપરનો તથ્યકાંડ હજુ તાજો ત્યારે મણિનગરમાં નશામાં ધૂત નબીરાએ ગઈકાલે ફિલ્મી સ્ટાઇલે કાર બેફામ હંકારી હતી અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી, જો કે સદનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. પોલીસે ચાર શખ્સો સામે પીધેલાનો કેસ કરીને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મિત્રને નોકરીની ખુશીમાં દારુની મહેફીલ માણીને જમવા જતા આ સમયે અકસ્માત થયો હતો.
ઇસનપુરમાં જયમાલા ભાડુઆતનગર પાસે આનંદ સોસાયટીમાં રહેતા કેદાર હીરેનભાઇ દવે (ઉ.વ.25)સામે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો કે કેદારના મિત્રને નોકરી મળી હોવાથી કેદાર તેની કારમાં મણિનગર હીરાભાઇ ટાવર પાસે જય ગોપાલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિત મિતેશકુમાર સોની (ઉ.વ.25) તથા ઇસનપુર જયમાલા સોસાયટી સામે આનંદ સોસાયટીમાં રહેતા ઋત્વીક સુભાષભાઇ માંડલીયા (ઉ.વ.25) તેમજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે અશોક સોસાયટીમાં રહેતા સ્વરાજ જયેશકુમાર જાદવ (ઉ.વ.23) ચારેય મિત્રો રાત્રે કારમાં બેસીને ઇસનપુર વિસ્તારમાં પાનના ગલ્લે ગયા હતા અને કારમાં બેસીને મહેફીલ મનાવી હતી.
ત્યારબાદ મોડી રાતે જમવા માટે મણિનગર વિસ્તારમાં જતા હતા જ્યાં નશામાં ધૂત કેદારે કાર ફિલ્મી સ્ટાઇલે હંકારી હતી અને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા મણિનગર વલ્લભવાડી રોડ ઉપર રમુજલાલ હોલ પાસે ભાન ભુલતા વળાંકમાં સામેથી વાહનની લાઇટથી અંજાઇ જતા કાર થડ સાથે અથડાતા કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી અને આ બનાવના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડયા હતા જો કે ચારે નશામાં ચકચુર મિત્રો જાતે કારમાંથી બહાર આવ્યા હતા અને હાજર લોકોએ ટપલી દાવ કરીને પોલીસેને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારમાં ત્રણ બિયરની બોટલો મળી આવી હતી.
Join Our Official Telegram Channel: