કોરોના કાળમાં AMCની પોલંપોલઃ જ્યાં એક પણ કેસ નથી ત્યાં ઉભી કરી દીધું માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન
ગત 7 એપ્રિલના રોજ AMCએ શાંતિ કોમ્પ્લેક્ષમાં 12 મકાનના 28 રહીશોને મુક્યા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હતા. શાંતિ કોમ્પ્લેક્ષમાં રહેતા નાગરિકોએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની પોલ ખોલી નાંખી છે, જે બ્લોકમાં એક પણ કેસ નથી ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભું કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact Tracing) માટે કરેલી અપીલ બાદ ABP અસ્મિતાએ રીઆલિટી ચેક કર્યું હતું. આ રિઆલિટી ચેકમાં કોર્પોરેશન (AMC)ની પોલંપોલ સામે આવી છે. શહેરના વેજલપુર વોર્ડમાં આવેલા શાંતિ કોમ્પ્લેક્ષમાં ABP અસ્મિતાએ રીઆલિટી ચેક કર્યું હતું.
ગત 7 એપ્રિલના રોજ AMCએ શાંતિ કોમ્પ્લેક્ષમાં 12 મકાનના 28 રહીશોને મુક્યા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હતા. શાંતિ કોમ્પ્લેક્ષમાં રહેતા નાગરિકોએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની પોલ ખોલી નાંખી છે, જે બ્લોકમાં એક પણ કેસ નથી ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભું કરી દેવામાં આવ્યું છે.
G બ્લોકમાં બે કેસ સામે AMCના આરોગ્ય વિભાગે E બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરી દીધો છે. જ્યારે બ્લોક જ ખોટો હોય તો કોંન્ટેક્ટ ટ્રેસિંગ કેવી રીતે થયું હશે? એક પણ વખત આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે મુલાકાત નથી લીધી. શાંતિ કોમ્પ્લેક્ષના રહીશોએ ઓડિયો કલીપ સાથેના પુરાવા રજૂ કર્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ સતત કાબુ બહાર જઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા રેકોર્ડ બ્રેક 951 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આઠ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 74 હજાર 274 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર 948 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં અગાઉ 16 મેના રોજ 973 કેસ નોંધાયા હતા.
ગઈકાલે અમદાવાદ શહેરમાં નવા 470 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાના વધતા કેસની સાથે અમદાવાદ મહાનગર પાલિકાએ માઈક્રો કંટેઈમેંટ વિસ્તારમાં પણ ઉમેરો કર્યો છે. થલતેજમાં સુવાસ એપાર્ટમેંટ નામની આખી સોસાયટીના 202 મકાનમાં રહેતા 750 લોકો અને સિલ્વર બ્લોક, મેટપલ કાઉંટીમાં 48 મકાનમાં 200 લોકો તેમજ ગોતા વિસ્તારમાં પાંચ સ્થળે 120 મકાનમાં 775 લોકોને માઈક્રો કંટેઈમેંટમાં મુકાયા છે. ગુરૂવારે વધુ 35 વિસ્તારને માઈક્રો કંટેઈમેંટ તરીકે જાહેર કર્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 951, સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104, રાજકોટ 93, જામનગરમાં 99, મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.