શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસે બે દિવસમાં કેટલા લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો ? જાણો
ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં રોજના 300ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં રોજના 300ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ મહત્વના છે. એવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.
માસ્ક વગર ફરતા અમદાવાદીઓ પાસેથી શહેર પોલીસે બે દિવસમાં 56.10 લાખનો દંડ વસૂલ્યો છે. રોજના સરેરાશ 250 થી 300 નાગરીકો સમગ્ર અમદાવાદમાં માસ્ક વગર જોવા મળી રહ્યા છે.
હાલ સુધી શહેર પોલીસે 15 કરોડ 86 લાખ રૂપિયા દંડના ભાગરૂપે વસૂલ્યા છે. એલિસબ્રિજ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરી માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. માસ્ક વગર ફરતા વાહનચાલકો ભાગી ન છૂટે તે માટે રોડની બંને બાજુ પોલીસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં શનિવારે કોવિડ-19ના નવા 1535 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં શનિવારે 296 નવા કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion