શોધખોળ કરો

Ahmedabad: 16 વર્ષની છોકરીને ઈન્સ્ટા પર મળેલા 3 વિધર્મી યુવકે મોડલિંગ-એક્ટિંગ માટે મુંબઈ બોલાવી ગુજાર્યો બળાત્કાર, જાણો ત્રણેય હવસખોરનાં નામ

આરોપીઓએ સગીરાને મુંબઈમાં મોડલિંગ અને ડાન્સ શોમાં કામ આપવાને બહાને મુંબઈ બોલાવી હતી. દરમિયાન આરોપીઓએ  સગીરાને ભગાડીને લઈ જઈને તેની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

અમદાવાદઃ અમદાવાદના  ઘાટલોડીયામાં રહેતી 16 વર્ષની સગીરાને મુંબઈ બોલાવીને ત્રણ વિધર્મી યુવકોએ વારંવાર શરીર સુખ માણતાં સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ ત્રણેય હવસખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની તપાસ શરૂ કરી છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેને હવસનો શિકાર બનાવનારા વિધર્મી યુવકોનાં નામ આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક છે. આરોપીઓએ સગીરાને મુંબઈમાં મોડલિંગ અને ડાન્સ શોમાં કામ આપવાને બહાને મુંબઈ બોલાવી હતી. દરમિયાન આરોપીઓએ  સગીરાને ભગાડીને લઈ જઈને તેની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક નામના આ ત્રણ યુવકો સાથે સગીરાનો ઈન્સ્ટાગ્રામ દ્વારા પરિચય થયો હતો.  આરોપીઓએ સગીરાને મોડલિંગ અને ડાન્સ શોમાં કામ અપાવવાની લાલચ આપીને મુંબઈ બોલાવી હતી. મુંબઈમાં ત્રણેયે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજારતાં તે ગર્ભવતી બની હતી. સગીરા અમદાવાદ પાછી આવી ગઈ હતી પણ આરોપીઓએ સગીરાને અશ્લીલ મેસેજ મોકલીને શરીર સુખ માણવા દબાણ ચાલુ રાખ્યું હતું. તેમણે સગીરાને અમદાવાદથી ઉઠાવી જવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

સગીરા મુંબઈ જવા માટે ટયુશન જવાને બહાને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચી હતી. એ વખતે આરોપી જાવેદ મલેકે તેને સીમકાર્ડ ખરીદીને આપ્યું હતું અને ટ્રેનમાં બેસાડી હતી. સગીરા ઘરે ના આવતાં પરિવારે પોલીસને જાણ કરતાં  પોલીસે વડોદરાથી સગીરાને બચાવી લીધી હતી. સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ થતા પોલીસે વડોદરાથી સગીરાને બચાવી લઈને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સારવાર અર્થે સગીરાને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તપાસમાં તે ચાર માસનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે સગીરાના પિતાએ આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક વિરૂધ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ઘાટલોડીયા પોલીસ હાલ ત્રણેય આરોપીની શોધખોળ ચલાવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget