શોધખોળ કરો

Ahmedabad: ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા થઈ જાવ સાવધાન, 65 સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો

કુલ 65 સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો બનવા લાગશે. તેનાથી વાહનચાલકોને કોઈ ફરિયાદ નહીં રહે તે સાથે જ લોકોની ટ્રાફિક સેન્સમાં વધારો થશે.

અમદાવાદ : અમદાવાદવાસીઓએ ટ્રાફિક નિયમના ભંગ બદલ અત્યાર સુધી કરોડો રૂપિયા ઈ-મેમોના દંડ પેટે ભર્યા હોવા છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અમદાવાદના ભારે ટ્રાફિકથી ધમધમતા વધુ 20 મુખ્ય રસ્તા ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થઈ જશે. વધુ 40 ટ્રાફિક સિગ્નલમાં કેમેરા સાથે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થાય તેવું આયોજન કરી દેવાયું છે. હવે કુલ 65 સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો બનવા લાગશે તેનાથી વાહનચાલકોને કોઈ ફરિયાદ નહીં રહે તે સાથે જ લોકોની ટ્રાફિક સેન્સમાં વધારો થશે. લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા બેરિકેટિંગ પછી ઈ-મેમો પદ્ધતિને વધુ મજબૂત બનાવાઈ છે.

કયા વિસ્તારમાં ઓટોમેટેડ ઈ-મેમો સિસ્ટમ બનાવાઈ અમલી

અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ 40 ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી આશ્રમ રોડ અને સીજી રોડ ઉપરના કુલ 25 કેમેરામાં ઓટોમેટેડ ઈ-મેમો સિસ્ટમ અમલમાં હતી. હવે, શાહીબાગ, સીજી રોડ, મણીનગર, નરોડા વિસ્તાર ટ્રાફિકવાળા મુખ્ય રસ્તાઓ ઉપરના 40 ટ્રાફિક સિગ્નલ ઉપર ઓટોમેટિક  ઈ-મેમો જનરેટ થાય તેવા કેમેરા અને સિસ્ટમ્સ લગાવી દેવામાં આવ્યાં છે.

લેન સિસ્ટમ તોડશો તો પણ આવશે ઈ-મેમો

ટ્રાફિક પોલીસના અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, ટ્રાફિક સિગ્નલ ઉપર ફ્રન્ટલાઈન કે ઝીબ્રા ક્રોસિંગ લાઈન જમ્પ કરીને ઉભા રહેતાં વાહનો, સિગ્નલ જમ્પ કરીને જતાં વાહનો ઉપરાંત હવે લેન સિસ્ટમ તોડનાર વાહનચાલક સામે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થઈ જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનેક વાહનચાલકો સિગ્નલ હોય તેવા ચાર રસ્તાના ડાબા ખૂણે થોભ્યા પછી સિગ્નલ ચાલુ થાય ત્યારે જમણી બાજુએ ટર્ન લે છે. સ્વાભાવિક રીતે જ લેન સિસ્ટમનો અમલ થતો ન હોવાથી સિગ્નલ ખૂલે ત્યારે આવા એકલદોકલ વાહનચાલકના કારણે અન્ય વાહનચાલકોનો વધુ સમય બગડે છે. 

લોકો ટ્રાફિક નિયમ પાલનમાં બનશે ચૂસ્ત

અમદાવાદમાં ટ્રાફિક સતત વધી રહ્યો છે. ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય રસ્તા ઉપર વાહન વ્યવહાર સામાન્ય રહે તે માટે ટ્રાફિક પોલીસે લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા માટે બેરિકેટિંગ સિસ્ટમ અમલમાં મુકી છે. અનેક રસ્તા ઉપર તેની અસર જોવા મળી રહી છે. હવે, શહેરના વધુ 40 ટ્રાફિક સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો સિસ્ટમ સાથેના કેમેરા અમલી બનાવવામાં આવશે તેનાથી વાહનચાલકો ટ્રાફિક નિયમપાલનમાં વધુ ચૂસ્ત બનશે તેવી અધિકારીઓને આશા છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget