શોધખોળ કરો

અમદાવાદમાં ભાજપના ટોચના નેતા અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા, આજે કરાશે અંતિમ વિધિ

ભાજપના કાર્યકર્તા અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા મામલે પોલીસની અલગ અલગ ચાર ટિમો તપાસમાં લાગી છે. ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવશે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદઃ ભાજપના ટોચના નેતા અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા મામલે પોલીસની અલગ અલગ ચાર ટિમો તપાસમાં લાગી છે. ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવશે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાજપના કાર્યકરની આજે અંતિમ વિધિ કરાશે. મૃતક રાકેશ મહેતાની ડેડબોડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં છે. પરિવારમાં ગમગીનીનો માહોલ,દોષિતોને ઝડપી અને કડક સજાની માંગ છે. માણેકબાગ સ્થિત સ્વરાજ સોસાયટીમાં મૃતક રાકેશ મહેતા રહે છે.

રાકેશ મહેતા ઉર્ફે બોબી બિલ્ડરને બુધવારે ખાડિયામાં મોન્ટુ નામદાર સહિત છ લોકોએ હત્યા કરી હતી. બેઝબોલના બેટ ફટકારી ખાડિયા સ્થિત રાકેશ મહેતાની ઓફિસ બહાર જ હત્યા કરી હતી. માણેકબાગ સ્થિત નિવાસ સ્થાનેથી રાકેશ મહેતાની અંતિમયાત્રા કાઢવામાં આવશે. વર્ષો જૂની અદાવતના કારણે મોન્ટુ નામદારે છ લોકો સાથે મળીને રાકેશ મહેતાની કરી હત્યા.

કચ્છમાં પત્નીની હત્યા પછી સરખેજમાં સિક્યરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પતિની ધરપકડ

કચ્છઃ રાપરના આડેસરમાં પત્નીનું ગળું ધડથી અલગ કરનારો વોન્ટેડ પતિ અમદાવાદના સરખેજમાંથી પકડાયો છે. 25 નવેમ્બરના રોજ આરોપી પતિ તેની પત્નીનું બેરહેમીપૂર્વક ખૂન કરી ફરાર થઈ ગયો હતો. 25 નવેમ્બર 2021ના કુહાડી વડે પત્નીનું માથું ધડથી અલગ કરી નાખી એક આંગળી પણ કાપી નાખી હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરીને નાસી ગયાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ હતી.

ફરાર આરોપીની અમદાવાદના સરખેજમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી. આરોપી સરખેજમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો.

Surat: ગાંધી આશ્રમની સંચાલિકાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હતો, તો....

સુરતઃ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની  પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું. મૃતકના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.

હત્યારી પત્ની ડિમ્પલ સેવણીયા ઐતિહાસિક દાંડી યાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીના સંચાલન કરતા હતા. જ્યારે હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝીટ કરવાની નોકરી કરતો હતો. આમ, વારંવાર મુલાકાતો થતી હોવાથી બંનેને આંખ મળી ગઈ હતી. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયા આડખીલી બનતો હોવાથી તેને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. 

પ્લાન પ્રમાણે ડિમ્પલે  15મેની રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.  માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ પછી પત્નીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

સુરત ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget