શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ મિત્રની પત્નિને બેભાન કરીને શારીરિક સંબંધ બાંધનારા બિલ્ડરના કેસમાં ક્યા PIની સંડોવણી બહાર આવતાં થઈ બદલી ?
બિલ્ડરે નશાવાળી ચોકલેટ ખવડાવીને મિત્રની પત્નિને બેભાન કરીને તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો અને પછી બ્લેકમેઈલ કરીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા
અમદાવાદઃ અમદાવાદમાં સુનિલ ભંડેરી નામના બિલ્ડરે નશાવાળી ચોકલેટ ખવડાવીને મિત્રની પત્નિને બેભાન કરીને તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો અને પછી બ્લેકમેઈલ કરીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. મિત્રની પત્નિ સાથે ભંડેરીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું હતું.
આ કેસમાં બિલ્ડરે પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કૃષ્ણનગર પોલીસ ઈન્સ્પેક્ટર ( PI) સામે આક્ષેપો કરતી અરજી કરી હતી. બિલ્ડરેપોતાને ફસાવવા માટે પી.આઈ.એ 45 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં કૃષ્ણનગરના પી.આઈ. જે.કે. રાઠોડની બદલી થઈ છે. આ કેસની તપાસ જી ડિવિઝનના એસીપી એ એમ દેસાઈ કરી રહ્યા છે. તેમની તપાસમાં પી.આઈ.ની સંડોવણી બહાર આવતાં બદલી કરાઈ છે.
બિલ્ડરે ફરિયાદ કરી હતી કે, તેમનાં પત્ની ભૂમિકાબેન ભંડારીએ જમીન કૌભાંડમાં દુષ્કર્મની ફરીયાદી મહિલા ના પતિ સામને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભૂમિકાબેનની ફરીયાદના આધારે સુનિતાના પતિની ધરપકડ કરી હતી. એ જ દિવસે યુવતીએ બિલ્ડર સુનિલ ભંડારી સામે બળાત્કારની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં પોલીસે 70 લાખનો તોડ કર્યો હતો.
આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતી 2017માં પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. ત્યાં પતિના મિત્ર બિલ્ડર સુનીલ ભંડેરી મળ્યા હતા. લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે યુવતીના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે અને તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનીલ અવાર નવાર ઘરે આવતો જતો હતો.
યુવતીની ફરિયાદ પ્રમાણે, જૂન 2017માં સુનીલ મિત્રના ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો અને મિત્રની પત્નીને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ યુવતી બેભાન થઇ જતા સુનીલે તેના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા. ત્યાર બાદ સુનિલે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો રહેતો હતો.
યુવતીએ કરેલી બળાત્કારની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી જુદી જુદી હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો.
દરમિયાન 2019માં 11 ઓક્ટોબરના રોજ સુનીલ અને મિત્રની પત્ની ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતાં યુવતીએ સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સુનીલને મળવાનું બંધ કરતા સુનીલે લોકોને મોકલી ધમકી આપતો હતો તેથી યુવતીએ સુનીલ સામે ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion