શોધખોળ કરો
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, ક્લોલના દર્દીને મગજમાં ગાંઠ હોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડાયો
કલોલના 50 વર્ષીય દર્દીને મગજમાં ગાંઠ વોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. કલોલના 50 વર્ષીય દર્દીને મગજમાં ગાંઠ વોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી દર્દીનો કોરોનાનો રિપોર્ટ પરિવારજનોને ન મળતો હોવાના આક્ષેપ પણ લાગ્યા છે. દર્દીના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, સિવિલ હોસ્પિટલની અંદર દર્દી સાથે પણ કોઈ સંપર્ક થતો નથી. કોરોના નહીં હોય તેમ છતાં પણ કોવિડ આઇસોલેશનમાં રાખશે તો દર્દીને કોરોનાનો ચેપ લાગવાની ભીતિ છે. સિવિલના હેલ્પડેસ્ક પર પણ યોગ્ય ઉત્તર ન મળતો હોવાના આક્ષેપ દર્દીના પરિવારે લગાવ્યો છે.
વધુ વાંચો





















