Omicron: તુર્કીથી આવેલા 45 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ અમદાવાદ કોર્પોરેશને નોંધી ફરિયાદ, જાણો કારણ?
રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઇને રાજ્ય સરકાર ચિંતિત બની છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઇને રાજ્ય સરકાર ચિંતિત બની છે. સરકાર ઓમિક્રોનને રોકવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઓમિક્રોનને વધતો અટકાવવા માટે કડક વલણ અપનાવી રહ્યું છે.
અમદાવાદ કોર્પોરેશને વાસણના 45 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. આ વ્યક્તિ તુર્કીથી તાજેતરમાં જ અમદાવાદ પરત ફર્યા હતા. તેમ છતાં તેઓ હોમ ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન કરી રહ્યા નહોતા. મેડિકલ ઓફિસરે તેમને વારંવાર સૂચના આપી છતાં પણ તેઓ પાલન ન કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજ્યમાં ઠંડી વધવાની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે .જો કે હાલ નલિયાનું તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે જેથી નલિયા ,ઠંડુગાર શહેર છે અને અમદાવાદમાં પણ ઠંડી પડશે.
ઠંડીને લઈને હવામાન વિભાગના વિજીન લાલે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી પવન આવી રહ્યા છે. સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.
રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં તો વરસાદ પણ પડ્યો છે. જોકે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?