Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
મહેસાણા ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર .પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી.
મહેસાણાઃ આજે મહેસાણા ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર .પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. જોકે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલ કાર્યક્રમના નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક લેટ આવ્યા હતા. જેના કારણે લોકોને લાંબી રાહ જોવી પડી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષની રાહમાં એકલા સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. જોકે લાંબા ઇંતજાર બાદ સી.આર પાટીલ આવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહેસાણા જિલ્લાના કુલ 1501 આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ મહામંત્રી રાજાનીભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી.
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
અમદાલાદઃ આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જગદીશ ઠાકોરે વિધિવત રીતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરનું રાજીવ ગાંધી ભવનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. જગદીશ ઠાકોરે પદગ્રહણ કરે તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી.
જોકે, આ સમયે કોંગ્રેસના ત્રણેય પૂર્વ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી. તસવીરમાં જ્યાં જગદીશ ઠાકોરના ફોટાવાળી કેક મુકાઈ હતી ત્યાં જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યાં અને હાર્દિક પટેલની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ ત્રણેય પૂર્વ કોંગ્રેસ પ્રમુખો ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયા ત્યાંથી રવાના થઈ સ્ટેજ પર જતાં રહ્યાં હતાં.
જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલને આવવામાં મોડું થતાં તેમણે 5 મિનિટ સુધી રાહ પણ જોઇ હતી. આ પછી તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે ભરતસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.