શોધખોળ કરો

Ahmedabad Corona Guidelines: અમદાવાદમાં કોરોના વધતાં બીજું શું શું કરાયું બંધ ? જાણો કમિશ્નરે કરી શું જાહેરાત ? 

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપવામાં આવી છે. 

ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ   નોંધાયા હતા.

ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ

બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND Vs Pakistan Match:ભારતની જીત માટે હવન પૂજન, જુઓ ચાહકોમાં કેવો છે ઉત્સાહ? Watch ReportGir Somnath: સૂત્રાપાડામાં યુટ્યુબર પર કરાયો જીવલેણ હુમલો, જાણો હાલ શું છે સ્થિતિ?Mehsana: નંદાસણમાં ખાનગી ફેક્ટરીમાં ઝડપાયું ખેડૂતોનું સબસીડી વાળું ખાતરBanaskantha: ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, ઝડપાયો માદક પદાર્થનો જથ્થો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Embed widget