શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, ડિસેમ્બરના ત્રણ જ દિવસમાં નોંધાયા 927 કેસ અને 27 લોકોના થયા મોત
અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ ત્રણ દિવસમાં જ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે.
અમદાવાદઃ દિવાળીના તહેવાર ટાણે અમદાવાદવાસીઓ સોશિયલ ડિસ્ટેંસિંગ કે માસ્કની ઐસી તૈસી કરીને બજારમાં કિડિયારું ઉભરાય તેમ નીકળી પડ્યા હતા. જેના ગંભીર પરિણામ હવે સામે આવ્યા છે. અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ ત્રણ દિવસમાં જ કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 27 લોકોને કોરોના ભરખી ગયો છે અને કુલ 927 નવા કેસ નોંધાયા છે.
કોરોનાનો કેર
અમદાવાદમાં 3 ડિસેમ્બરે કોરોનાના 314 કેસ અને 9 લોકોના મોત થયા હતા. જ્યારે 2 ડિસેમ્બરે 302 કેસ અન 8 લોકોના મોત નોંધાયા હતા. 1 ડિસેમ્બરના રોજ શહેરમાં 311 કેસ અને 10 લોકોને કોરોના ભરખી ગયો હતો. જ્યારે આજે 302, 2 ડિસેમ્બરે 309 અને 1 ડિસેમ્બરે 299 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
આજે કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1540 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જ્યારે 1,95,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,817 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,14,309 પર પહોંચી છે.
રાજ્યમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન
રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,33,548 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,33,386 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ભાજપ નેતા કાંતિ ગામિત, પીઆઈ સહિત ચાર લોકોના કેટલા દિવસના રિમાંડ થયા મંજૂર ?
47 વર્ષ પહેલા આ કપલે કર્યા હતા લગ્ન, કોરોનાના કારણે એક જ દિવસે એકસાથે લીધી વિદાય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion