શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ 63 કેસ, જાણ વિગત
અમદાવાદના પૂર્વ ઝોનમાં 63 કેસ નોંધાયા હતા. પૂર્વ ઝોન બાદ પશ્ચિમ ઝોનમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનમાં 39 તો દક્ષિણ ઝોનમાં 40 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ શહેરમાં 260 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં 63 કેસ નોંધાયા છે. પૂર્વ ઝોન બાદ પશ્ચિમ ઝોનમાં 53 કેસ નોંધાયા હતા. જ્યારે ઉત્તર ઝોનમાં 39 તો દક્ષિણ ઝોનમાં 40 કેસ નોંધાયા છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 37 તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 કેસ નોંધાયા હતા. જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા 12 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 3395 થઈ ગયા છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સતત ત્રણ દિવસ વધુ એક્ટિવ કેસ નોંધાયા બાદ આજે ઉત્તર ઝોનમાં વધુ કેસ થઈ ગયા છે. ઉત્તર ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 746 થઇ છે. ત્યાર બાદ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસ 699 થયા છે.
શહેરમાં 21 જૂને નોંધાયેલા 260 કોરોનાના કેસ સાથે કુલ 18,133 કેસ થયા છે. તેની સામે શહેરમાં 407 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 19 દર્દઓના મોત થયા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion