શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
સતત છઠ્ઠા દિવસે અમદાવાદ શહેરમાં નવા આવેલા કેસો કરતા વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેને કારણે એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત છઠ્ઠા દિવસે અમદાવાદ શહેરમાં નવા આવેલા કેસો કરતા વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેને કારણે એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે 4 ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં 172 કેસ નોંધાયા હતા, જેની સામે 250 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 3 ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં કોરોનાના 171 કેસ નોંધાયા હતા. જેની સામે 239 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
2જી ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં 173 કેસ નવા આવ્યા હતા. જોકે, તેની સામે 240 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતા વધુ 67 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેને કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.
પહેલી ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં 172 કેસ નોંધાયા હતા. જેની સામે 238 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતા વધુ 62 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 30મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 179 કેસ નોંધાયા હતા. જેની સામે 239 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતાં વધુ 60 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પહેલા 29મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 176 કેસ નોંધાયા હતા, જેની સામે 219 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement