શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કયા 23 સ્થળને આજે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ
આજે શહેરમાં 15 સ્થળને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના પોઝિટિવનું સંક્રમણ વધી રહ્યું છે. આજે શહેરમાં 15 સ્થળને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને 23 સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં હીરોમતી રેસિડન્સીમાં 1107 લોકો નિયંત્રણ ઝોનમાં મુકાયા છે
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 166 કેસ નોંધાયા હતા અને 280 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 4 લોકોના કોરોનાથી કરૂણ મોત થયા હતા.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1145 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,418 એક્ટિવ કેસ છે, જ્યારે 64,830 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82,087 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion