શોધખોળ કરો
અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવતઃ કયા ઝોનમાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
ગઈ કાલે નવા 211 લોકો સાથે અત્યાર સુધી 10,891 લોકો ડિસ્ચાર્જ થયા હતા. 23ના મોત સાથે કોરોનાના કારણે અત્યાર સુધી 1095 લોકોના મરણ થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધુ છે. ત્યારે નવા 302 કેસ સાથે શહેરમાં કોરોનાના 15143 કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 211 લોકો સાથે અત્યાર સુધી 10,891 લોકો ડિસ્ચાર્જ થયા હતા. 23ના મોત સાથે કોરોનાના કારણે અત્યાર સુધી 1095 લોકોના મરણ થયા છે.
હાલ શહેરમાં 3159 કોરોનાના એક્ટિવ કેસ છે. નવા કેસમાંથી 196 કેસ નદીની પૂર્વ ભાગના છે. જ્યારે 106 નદીના પશ્ચિમ ભાગના કેસ છે. ઝોન પ્રમાણે વિગત જાણીએ તો મધ્ય ઝોનમાં 35 નવા કેસ સાથે 336 એક્ટિવ કેસ છે. ઉત્તર ઝોનમાં નવા ૫૫ કેસ સાથે 787 એક્ટિવ કેસ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 29 કેસ સાથે 265 એક્ટિવ કેસ છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં નવા 49 કેસ સાથે ૫૬૯ કેસ છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 28 કેસ સાથે 228 એક્ટિવ કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં નવા 69 કેસ સાથે 570 એક્ટિવ કેસ અને દક્ષિણ ઝોનમાં નવા 37 કેસ સાથે 376 એક્ટિવ કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement