શોધખોળ કરો
અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલીથને લઈ શું થયો મોટો ધડાકો? જાણીને ચોંકી જશો
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ એક સ્ટ્રક્ચર છે, જે સ્ટીલ ધાતુ માંથી બનાવમાં આવ્યું છે. ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે.

તસવીરઃ અમદાવાદના ગાર્ડનમાં લાગેલો મોનોલીથ.
અમદાવાદઃ થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલીથને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યા છે. આ અંગેની વિગતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો. ગઈ કાલે થલતેજના ગાર્ડનમાંથી મોનોલીથ મળી આવ્યાના સમાચારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ મોનોલીથ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ લોકોએ મોનોલીથ સાથે ફોટા પણ પડાવ્યા હતા. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ એક સ્ટ્રક્ચર છે, જે સ્ટીલ ધાતુ માંથી બનાવમાં આવ્યું છે. ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે.
વધુ વાંચો





















