શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત

અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને રૂફ્ટોપ લગાવનારને ટેકસમાં 10 ટકાની રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે. વીજભાર ઘટાડવા AMC દ્વારા નિર્ણય લેવાયો છે.

અમદાવાદઃ અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને રૂફ્ટોપ લગાવનારને ટેકસમાં 10 ટકાની રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે. વીજભાર ઘટાડવા AMC દ્વારા નિર્ણય લેવાયો છે. રૂફટોપ લગવનારને સરકારી સબસીડી ઉપરાંત ટેકસમાં રાહત મળશે. સામાન્ય સભામાં AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ જાહેર કરી છે. નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે.  ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. ૩૧ મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને ૧૦ ટકા વળતરનો લાભ અપાશે.

 તા.૩૧ મે-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે. અગાઉના વર્ષોના બાકી વેરાની રકમ તા.૩૧  માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી-નોટિસ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરાશે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
 
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા.૩૧-મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.૩૧-મે-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧પ ટકા વળતરનો લાભ મળશે. 

 રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીશ્રીએ કરી આપી છે. 
 તદ્દઅનુસાર, શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.૩૧ માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરવામાં આવશે. 

 અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. 
 નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. 
 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડPatan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકાBZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશGundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Embed widget