શોધખોળ કરો
Ahmedabad: બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસના કેસમાં ચોંકાવનારો વધારો
Ahmedabad: બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસના કેસમાં ચોંકાવનારો વધારો

શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો
1/6

અમદાવાદ: સમગ રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે શરદી ઉધરસ અને તાવના કેસમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. હોળી બાદ બીમારીમાંથી રાહત મળવાનું તબીબોનું અનુમાન છે.
2/6

સવારે ઠંડી અને બપોર બાદ દિવસભર ગરમીના કારણે શહેરમાં વાયરલ બીમારીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં ફેબ્રુઆરી માસના અંતથી માર્ચ મહિના સુધીમાં દૈનિક opd માં વધારો થયો છે.
3/6

13130 દર્દીઓએ OPD ની તો 4642 દર્દીઓએ દાખલ થવાની સ્થિતિ સર્જાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રતિ દિવસ વાયરલના અંદાજે 496 કેસ નોંધાઇ રહ્યા છે.
4/6

તબીબોના મતે દર્દીઓની મુખ્ય ફરિયાદમાં માથાના દુખાવો,ગળામાં ખરાશ અને શરદીની છે. એક સાથે બે ઋતુના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોવાના કારણે અચાનક વાયરલ બીમારીઓ વધતી હોવાનું પણ તબીબોનું માનવું છે.
5/6

તબીબોનું માનવું છે કે હોળી બાદ આ કેસમાં ઘટાડો દર વર્ષે જોવા મળે છે. હાલ તો રાજ્યમાં બેવડી ઋતુના કારણે વાયરલ ફીવરના કેસમાં ચોંકાવાનારો વધારો થયો છે.
6/6

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો પણ જોવા મળી રહી છે. રોગચાળામાં અચાનક વધારો થયો છે.
Published at : 01 Mar 2025 04:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
