શોધખોળ કરો

અમદાવાદના પોલીસ કમિશનરે શહેરના તમામ 67 પીઆઈને શું કર્યો મોટો આદેશ ? પીઆઈની બગડી જશે હાલત

આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે.

અમદાવાદઃ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરના તમામ 67 પીઆઇને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહીને અજદારોને સાંભળવા આદેશ આપ્યો છે. તમામ પીઆઇએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં અરજદારોને સાંભળવા પડશે. અરજદારોની સમસ્યા પોલીસ સ્ટેશનથી જ નિકાલ થઇ જાય એ માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ પીઆઈને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે. પોલીસ કમિશનરના આ નિર્ણયથી પોલીસ ઇન્સ્પેક્ટર્સ નારાજ હોવાની ચર્ચા છે. આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે. આ નિયમનું પાલન કરાવવાની જવાબદારી એસીપી, ડીસીપી તેમજ અધિક પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. શહેરના 48 પોલીસ સ્ટેશનો, ટ્રાફિકના 17 પોલીસ સ્ટેશનો તેમ જ મહિલા ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર(પીઆઇ)ને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં 15 કલાક હાજર રહેવું પડશે. તેમજ સવારે 9 વાગ્યે પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમની સરકારી જીપના વાયરલેસ સેટ પરથી કંટ્રોલરૂમમાં જાણ કરવી પડશે. એવી જ રીતે રાતે 12 વાગ્યે પોલીસ સ્ટેશન છોડતી વખતે પણ આ જ પ્રમાણે જાણ કરવી પડશે. પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતના તમામ અધિકારીઓની નિયમિત નાઇટ ડ્યૂટી આવે છે, જેમાં તેમણે સવારે 6 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. પોલીસ કમિશનરે આ અધિકારીઓને પણ સ્પષ્ટ આદેશ કર્યો છે કે નાઇટ કરી હોય તો પણ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જવું.
પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે, એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરાશે. જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરા તેમની સામે ખાતાકીય પગલાં લેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget