(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: ક્રાઈમ બ્રાંચે 9 હથિયાર સાથે 2 શખ્સોની કરી ધરપકડ, ઉત્તરપ્રદેશથી લાવતા હતા હથિયાર
એક વર્ષથી આ જ ઉત્તર પ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા.
Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 9 હથિયાર સાથે 2 શખ્સોની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાંથી પકડાયેલા આરોપી રફીક અહેમદની પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો કે યુપીથી હથિયાર લાવતા હતા. હથિયારો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વેચવાના હતા પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા.
હથિયારોને અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાનો હતો ઈરાદો
ધરપકડ કરાયેલ આરોપી અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ અને રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ, જેઓ અમદાવાદમાં રહીને ગેરકાયદેસર રીતે હથિયારો હેરાફેરી કરવાના હતા. એક વર્ષથી આ જ ઉત્તર પ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પાસેથી 9 જેટલા હથિયારો અને 19 કારતુસ અને 2 મેગેઝીન કબ્જે કર્યા છે.
આરોપીનો છે ગુનાહિત ઈતિહાસ
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ગત 11 ઓગસ્ટના રોજ આરોપી આરીફ ખાન પઠાણની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા વધુ હથિયારો મળી આવ્યા હતા. પકડાયેલ આરોપી રફીક એમજ ઉર્ફે દિલ્હી અને અસલમખાન પઠાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પૈકી રફીક એમ જ 1999 માં હત્યાના ગુનામાં પકડાયેલ જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ લૂંટ અને ખૂનના ગુનામાં પણ અગાઉ પકડાઈ ચૂક્યો છે જ્યારે અસલમ ઉર્ફે નવા પઠાણ શાહપુર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયેલો આરોપી છે. જોકે હવે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવતા આ અત્યારના જથ્થા કેટલા સમયથી મંગાવવામાં આવતા હતા અને અગાઉ કોને કોને હથિયાર વેચવામાં આવે છે તે અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. બનાવટી લાઈસન્સના આધારે હથિયાર વેચાણનું રેકેટ ચાલતું હતું. આ કેસમાં સોલા પોલીસે ગાંધીનગરના પ્રતિક ચૌધરીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ પ્રતિક પાસેથી 32 બોરની રિવોલ્વર અને 12 જીવતા કારતૂસ અને 4 ફૂટેલા કારતુસ મળી આવ્યા હતા. કાશ્મીરના રસપાલ કુમાર ફૌજી પાસેથી હથિયાર ગુજરાત લાવી વેચાણ કરતા હતા. આ કેસમાં કોર્ટે ઓરાપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સોલા પોલીસ તપાસ માટે જમ્મુ કાશ્મીર જશે. જે બાદ ડીસીપી ઝોન- 1 લવિના સિન્હાએ જણાવ્યું, બાતમીના આધારે તપાસ કરી હતી. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી છે, જે આસામ રાઇફલમાં હતો. પ્રતિકે જમ્મુથી હથિયાર મંગાવ્યા હતા. જે વપરાયેલી કારતૂસ મળી આવ્યા, તે ટ્રાયલ માટે વાપર્યા હતા. 3 આરોપી એકબીજાના સંપર્કમાં હતા. 4 - 5 વર્ષથી હથિયારના કામ સાથે જોડાયેલા હતા. 6 ગ્રાહકોને હથિયાર ડિલિવરી કરી હતી. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં હથિયાર વેચાણ કરતા હતા. તેમણે 10 થી 15 લાખ અને 25 લાખમાં હથિયાર વેચ્યા છે, હજુ પણ હથિયાર લાવવાનો હતો. ગ્રાહકો સુરક્ષા માટે જ હથિયાર ખરીદતા હતા અને હથિયારના ફેક લાયસન્સ આપતા હતા. ઝડપાયેલો આરોપી પોતે આર્મીમાં છે કે કેમ તે બાબતે આઇકાર્ડ પણ નથી મળ્યા અને તે ખરાઈ કરવામાં આવશે.