શોધખોળ કરો

Ahmedabad: દેશ વિરુદ્ધ કાવતરુ રચવાનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો મોટો ખેલ

અમદાવાદ: ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરવાના આરોપસર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેટલાક આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી.

અમદાવાદ: ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરવાના આરોપસર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેટલાક આરોપીઓને પકડી પાડ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરને ગુપ્ત માહિતી મળી હતી કે, ભારત દેશ વિરુદ્ધના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે સરકારી વેબસાઇટની કલોન સાઈટ બનાવી લશ્કરી દળોના નિવૃત્ત થવા જઈ રહેલ તથા નિવૃત્ત સિનિયર અધિકારીઓ/ જવાનોની માહિતી એકત્રિત કરવામાં આવી રહેલ છે. તેમજ લશ્કરના અધિકારી તથા જવાનોને વોટસએપ એપ્લીકેશનના માધ્યમથી વોઇસ મેસેજ તથા કોલ કરી ગેરકાયદેસર રીતે તેમની માહિતી મૅળવવામાં આવી રહેલ છે.

આ ગુપ્ત માહિતીની તપાસ દરમ્યાન www.ksb.gov.in (કેન્દ્રીય સૈનિક બોર્ડ) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.ksboard.in તથા www.desw.gov.in (ડિપાર્ટમેંટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેર) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.desw.in ફેંક વેબસાઇટ તથા www.kavach-apps.com નામની ફેક વેબસાઈટ બનાવવાનું સામે આવ્યું છે.

જે સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત થઈ રહેલા અધિકારીઓ/જવાનોને વોટસઅપ કોલ/મેસેજ વોઈસ મેસેજ મોકલવામાં આવતાં હતાં. તે નંબરનું સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરાએ પોતાના નામનુ ખરીદી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણને આપેલ હતું. અબ્દુલ વહાબ શેરમહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી આ સીમકાર્ડને એક્ટીવેટ કરાવી, આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઇકમિશન, ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોંચાડતો હતો. 

આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એકટીવેટેડ સીમકાર્ડ મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટસએપના માધ્યમથી મોકલી આપતો. તેમજ મોકલાવેલ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇ વોટસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરતો, જેને એકટીવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટસએપ માટેનો ઓ.ટી.પી. મોકલી આપતો. જેની મદદથી શફાકત જતોઇ વોટસએપ એકટીવેટ કરી લેતો.

આ પ્રકારે એકટીવેટ થયેલ વોટસએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સી આઇ.એસ.આઇ.ના ઓપરેટીવ્સ ભારત દેશના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી, ભારત દેશ વિરુદ્ઘ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાનું આયોજન કરી રહેલાનું જણાય આવેલ. પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સીઓના ઓપરેટીવ્સ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડ એકટીવેટ કરાવેલ વોટસઅપ એપ્લીકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી,એવો આભાસ કરાવતાં કે સલંગ્ન કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે.

આ પકડાયેલ આરોપી અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો. પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ દિલ્હી સ્થિત-પાકિસ્તાન હાઇકમિશનથી પરત પાકિસ્તાન ગયા બાદ અબ્દુલ વહાબ પઠાણ સતત તેના સંપર્કમાં રહેલ અને શફાકત જતોઇના દોરી સંચાર મુજબ સીમકાર્ડ મેળવી તેના નંબર અને વોટસએપ ઓ.ટી.પી.મોકલતો રહેલ છે. આ ઓ.ટી.પી. ના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટીવ્સના દોરી સંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગ રુપે ભારત વિરુધ્ધની લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓપરેટીવ્સને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટસએપ ઓ.ટી.પી.નંબર પહોંચાડી, એવી લડાઇ કરવામાં સરળતા કરી આપી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ભારત વિરુદ્ઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરૂ રચ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
Health Tips સવારે ઉઠતા જ થાય છે માથાનો દુખાવો? નિષ્ણાતો પાસેથી જાણો તેના કારણો
Health Tips સવારે ઉઠતા જ થાય છે માથાનો દુખાવો? નિષ્ણાતો પાસેથી જાણો તેના કારણો
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
Embed widget