Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું
Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છૂપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. એમડી ડ્રગ્સ કારના ટાયરમાં છૂપાવ્યું હતું. પોલીસે ટાયર ખોલી પહેલા ટ્યૂબ બહાર કાઢી બાદમાં ટાયરની અંદરથી એમડી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતા. આ એમડી ડ્રગ્સની બજાર કિંમત એક કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
अहमदाबाद क्राइम ब्रांच ने बड़ी कार्रवाई की है!
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2024
1 किलो एमडी ड्रग्स पकड़ा है, जिसकी कीमत 1 करोड़ रुपये से अधिक है!
2 आरोपियों को गिरफ्तार किया गया है.
यह एक बड़ा झटका है नशीली दवाओं के व्यापार को!
Ahmedabad Crime Branch cracks down on drug trade!
In a major operation, 1 kg of… pic.twitter.com/MXUQ8ebxq1
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ મોટા ઓપરેશનમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ડ્રગ્સની કિંમત એક કરોડથી પણ વધુ હોવાની માહિતી છે. તો સંપૂર્ણ નેટવર્ક ઝડપી પાડવા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ડ્રગ્સની લડાઈ ગુજરાત આર - પારની રીતે લડી રહ્યું છે.
બીજી તરફ નશાના સોદાગરો સામે ભાવનગર શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગરના ભરતનગરમાં SOGએ દરોડા પાડ્યા હતા. જ્યાં ડ્રગ્સનું વેચાણ કરતા હનીફ બેલીમના ઘર પર દરોડા પાડ્યા હતા. હનીફ બેલીમ ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાની જાણકારી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ ગયા હતા.
રાજ્યમાં એપ્રિલ મહિનામાં પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા.