શોધખોળ કરો

અમદાવાદમાં કર્ફ્યૂઃ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓ રઝળ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદમાં કર્ફ્યૂને પગલે પોલીસ દ્વારા રસ્તા પરથી નીકળતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે રસ્તા પર એકલ-દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમજ શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે.

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધી જતા રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. કર્ફ્યૂને પગલે આજે વહેલી સવારથી જ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. જોકે, કર્ફ્યૂને કારણે વતન જવા માંગતા લોકો રઝળી પડ્યા હતા. એટલું જ નહીં, બીજા રાજ્યમાંથી આવતાં લોકો શહેરના એન્ટ્રી પોઇન્ટ પર રઝળી પડ્યા હતા. અમદાવાદમાં કર્ફ્યૂને પગલે પોલીસ દ્વારા રસ્તા પરથી નીકળતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે રસ્તા પર એકલ-દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમજ શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે. એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરો અટવાયા શહેરના સનાથલ સર્કલ પર પ્રવાસી રઝળ્યા હતા. અમદાવાદ શહેરમાં બસને પ્રવેશ ન હોવાથી બસને રિંગરોડ ફરતેના એન્ટ્રી પોઇન્ટ પર ઉતારવામાં આવી રહ્યા છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓ બસની રાહ જોઈ રહ્યા છે. અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી છે. આઇસીએઆઈ (ICAI) અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે. ICAIના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19ની અસરને સમજતાં, ICAIએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021થી મે 2021ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે. ICAIઅમદાવાદના અધ્યક્ષ સી.એ.ફેનીલ શાહે વધુમાં જણાવ્યું કે, COVID-19થી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને, ICAIએ કેટલીક ખાસ સુવિધા આપી છે જેમાં તે તેની પરીક્ષાના અંતિમ સમય સુધી ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમજ આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં હાજર રહેશે અથવા મે 2021 અને તે માટે ઓનલાઇન વિંડોની સુવિધા આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget