શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રનો આ ડેમ ઓવરફ્લો થતાં અમદાવાદને જોડતો કયો મહત્વનો હાઈ-વે કરી દેવાયો બંધ?
ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે. આ અંગે અમદાવાદ કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
બોટાદઃ બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે. આ અંગે અમદાવાદ કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
પાણી છોડવામાં આવતા રાણપુર પંથકમાં નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. દેરડી, દેવળીયા, સાંગણપર, ગઢીયા, આસલપર, કિનારા, પાટણા, રાણપુર, નાના ભડલા, લિંબોડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સતત પડી રહેલા ઉપરવાસના વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે.
ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઈંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઈંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તમામ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરનો સામાન પલળી ગયો હતો. આથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ઘરની અંદર ભરાયેલા પાણીને લોકોએ તગારા ભરી-ભરીને બહાર કાઢ્યા હતાં. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. ભારે વરસાદથી ગામના ખેતરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી. સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. તાલાલા અને ગીરમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તાલાલા અને વેરાવળના 15 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ 1 કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે.@CMOGuj @pkumarias @airnews_abad @ahmedabad_info @InfoGujarat @PIBAhmedabad
— Ahmedabad Collector (@CollectorAhd) August 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement