શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મેથ્સના ખાંટુ ટીચર તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય સરે કેમ 14મા માળેથી કૂદીને કર લીધો આપઘાત ?
પાર્થ જયંતિભાઈ ટાંક ગણિતના કોચિંગ ક્લાસ ચલાવતો હતો અને ધરણીધર દેરાસર પાસે રહેતો હતો. તેમને લાંબા સમયથી ડિપ્રેશનની દવા ચાલતી હતી અને તેના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. જોકે, તપાસ પછી સત્ય હકિકત સામે આવશે.
અમદાવાદઃ વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ્ડ બિલ્ડીંગના 14મા માળેથી મેથ્સના કોચિંગ ક્લાસ ટિચર પાર્થ ટાંકે ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે, મેથ્સ ટિચરના આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી. વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ મળી આવ્યું નથી. તેમનો પરિવાર પણ શોકમાં હોવાથી હજુ તેમની પૂછપરછ થઈ શકી નથી. જોકે, ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાર્થ જયંતિભાઈ ટાંક ગણિતના કોચિંગ ક્લાસ ચલાવતો હતો અને ધરણીધર દેરાસર પાસે રહેતો હતો. તેમને લાંબા સમયથી ડિપ્રેશનની દવા ચાલતી હતી અને તેના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. જોકે, તપાસ પછી સત્ય હકિકત સામે આવશે.
પાર્થ ટાંકે અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને તેમજ અત્યારે 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી રહ્યા હતા. મૃતક પાર્થ ટાંકે એક ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી. પાર્થના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. વાસણા પોલીસને ઘટનાના લાઇવ CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. જેને લઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્થ ટાંક ગણિતમાં ખૂબ જ નિષ્ણાંત હતા. તેમજ ભણાવવાની સ્ટાઇલને કારણે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. પોલીસે મેથ્સ ટિચરના આપઘાત પાછળનું કારણ જાણવા જીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. કોલ ડિટેઇલનાં આધારે તપાસ ચલાવવા ઉપરાંત મોબાઇલ ફોન કબ્જે કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ તપાસ કરાશે.
તેમણે ટાંક ક્લાસિસ (ઈન્સ્ટિટ્યુટ) નામે વર્ષ 2002માં પોતાની કોચિંગ ક્લાસિસની શરૂઆત કરી હતી. તેઓ અહીં મેથ્સ ટિચિંગ ઉપરાંત ધોરણ 11 અને 12 સાયન્સ, GUJCET અને JEEનું ગાઈડન્સ આપતા હતા. પાર્થ ટાંકે ડિસ્ટક્શન સાથે બીઈ (આઈટી) અને એમબીએ કર્યું હતું. આ પછી તેમણે ફક્ત 22 વર્ષની ઉંમરે જ સ્ટુડન્ટને કોંચિંગ આપવાની શરૂઆત કરી હતી. 2004માં એમબીએ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને ભણવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
કોરોનાકાળમાં પાર્થ ટાંક યુટ્યુબ પર પાર્થ ટાંક મેથ્સ ક્લાસિસ નામે ચેનલ બનાવી હતી. અહીં તેમના 1.66 હજાર સબસ્ક્રાઈબર હતા. આ સિવાય આ ચેનલ પર તેઓ વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા હતા, તેના પણ વીડિયો અપલોડ કર્યા હતા. તેમના અચાનક આપઘાતના પગલાથી વિદ્યાર્થીઓ પણ શોકમાં છે.
પાર્થ ટાંક પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો છે. આજે મંગળવારે પોલીસ તેમના ઘરે અને ક્લાસીસ પર પણ તપાસ કરશે. તપાસ દરમિયાન લેપટોપ સહિતની જે પણ વસ્તુ મળશે તે અને મોબાઇલ ફોન પોલીસ તપાસ માટે એફએસએલમાં મોકલી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion